For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Drishyam ફેમ શ્રેયા સરનની લંડન એરપોર્ટ પર થઈ પૂછપરછ, જાણો સમગ્ર મામલો

સાઉથની સુંદર અભિનેત્રી અને બોલિવુડમાં પણ પોતાના જલવાથી લોકોને ઘાયલ કરનાર અભિનેત્રી શ્રેયા સરન વિશે સમાચાર છે કે તેની લંડન એરપોર્ટ પર અધિકારીઓએ પૂછપરછ કરી છે.

|
Google Oneindia Gujarati News

સાઉથની સુંદર અભિનેત્રી અને બોલિવુડમાં પણ પોતાના જલવાથી લોકોને ઘાયલ કરનાર અભિનેત્રી શ્રેયા સરન વિશે સમાચાર છે કે તેની લંડન એરપોર્ટ પર અધિકારીઓએ પૂછપરછ કરી છે કારણકે તેણે ભૂલથી એક અતિ-સુરક્ષાવાળા વિસ્તારમાં પગ મૂકી દીધો હતો. ત્યારબાદ શ્રેયા સરનને પોતાના ડોક્યુમેન્ટ પણ જમા કરાવવા માટે પણ કહ્યુ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં શ્રેયા સરન લંડનમાં છે અને પોતાની આગામી ફિલ્મ સંદાકરી માય બૉસનુ શૂટિંગ કરી રહી છે.

શ્રેયાની અજાણતા થઈ ભૂલ, માંગી માફી

શ્રેયાની અજાણતા થઈ ભૂલ, માંગી માફી

જો કે શ્રેયાએ પોતાની અજાણતા થયેલી ભૂલ માટે માફી પણ માંગી. અધિકારીઓએ ડોક્યુમેન્ટ ચેક કર્યા બાદ શ્રેયા સરનને પણ જવા દેવામાં આવી અને એક નિવેદન પણ જારી કર્યુ. તમને જણાવી દઈએ કે શ્રેયા પોતાની અપકમિંગ ફિલ્મ સાંડાકારીના શૂટિંગમાં બિઝી છે. ફિલ્મમાં તે વેમલ સાથે લીડ રોલ પ્લે કરી રહી છે.

ફિલ્મનુ નિર્દેશન આર. મઘેશ કરી રહ્યા છે

ફિલ્મનુ નિર્દેશન આર. મઘેશ કરી રહ્યા છે

ફિલ્મનુ નિર્દેશન આર મઘેશ કરી રહ્યા છે. જ્યાં સુધી કહાનીની વાત છે તો આ ફિલ્મ જાણીતા હોલિવુડ ફિલ્મ ધ પ્રપોઝલની રિમેક કહેવામાં આવી રહી છે. ફિલ્મની વાત કરીએ તો આ આમાં શ્રેયા એક સોફ્ટવેર કંપનીની માલિકની ભૂમિકા નિભાવી રહી છે.

આ પણ વાંચોઃ ઝીન્નત અમાનના હૉટ વીડિયોએ દર્શકોનુ ખેચ્યુ ધ્યાન, જુઓ તેમનો આ સુંદર અંદાજ

ફિલ્મ ઈસ્થમ

ફિલ્મ ઈસ્થમ

તમને જણાવી દઈએ કે 2001ની ફિલ્મ ઈસ્થમથી શ્રેયાએ ફિલ્મી કરિયરની શરૂઆત કરી. વર્ષ 2009ની ફિલ્મ એકથી તેણે બોલિવુડ ફિલ્મો તરફ વળી પરંતુ તેને ઓળખ મળી 2015ની ફિલ્મ દ્રશ્યમથી જેમાં તેણે અજય દેવગણ અને તબ્બુ જેવા કલાકારો આગળ પોતાની ઓળખ બનાવી. શ્રેયા સરન પોતાના ચેરિટી વર્ક માટે પણ જાણીતી છે અને તેની ગણતરી સુંદર અભિનેત્રીઓમાં થાય છે. શ્રેયાના પતિ એંડ્રે કોસચીવ નેશનલ લેવલના ટેનિસ પ્લેયર અને બિઝનેસમેન છે. માસ્કોમાં તેમનુ રેસ્ટોરન્ટ ચેન સક્સેસફૂલ ચાલી રહ્યુ છે જેનુ નામ છે Domavkusnee।.

English summary
drishyam fem shrihya sharan introgated on london airport by police officers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X