ફિલ્મ ધુરંધરે બોક્સ ઑફિસ પર 75 દિવસ પુર્ણ કર્યા
બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચનાર ફિલ્મ 'ધુરંધર'એ 17 ફેબ્રુઆરી 2026ના રોજ તેના 75 દિવસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. 5 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થયેલી આદિત્ય ધર નિર્દેશિત ફિલ્મે Jio Studios અને B62 Studiosના બેનર હેઠળ દેશ-વિદેશમાં શાનદાર કમાણી કરી છે.

મજબૂત વર્ડ-ઓફ-માઉથ અને દર્શકોના સતત સમર્થનથી ફિલ્મે લાંબા સમય સુધી સિનેમાઘરોમાં પકડ જાળવી રાખી. OTT પર રિલીઝ થયા પછી પણ, મેટ્રો હોય કે નાના શહેરો, ફિલ્મને સારો પ્રતિસાદ મળતો રહ્યો.
નવા રિલીઝ છતાં 'ધુરંધર' બોક્સ ઓફિસ પર મજબૂત રહી છે. આ ફિલ્મ હવે એક આધુનિક કલ્ટ બની છે, જેને દર્શકો લાંબા સમય સુધી યાદ રાખશે.
જ્યાં 'ધુરંધર' સિનેમાઘરોમાં પોતાનો સફર ચાલુ રાખી રહી છે, ત્યાં તેની આગામી કડી 'ધુરંધર: ધ રિવેન્જ' માટે દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળે છે. ચાહકો મોટા પડદા પર આ કહાનીના આગામી અધ્યાયની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
