For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેમસ બૉલિવુડ સિંગર કેકેનુ નિધન, શો દરમિયાન બગડી તબિયત

ફેમસ બૉલિવુડ સિંગર કેકેનુ 53 વર્ષની વયે નિધન થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ફેમસ બૉલિવુડ સિંગર કેકેનુ 53 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. કોલકત્તામાં હ્રદયરોગનો હુમલો આવવાથી તેમનુ મોત થયુ. બૉલિવુડ ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ(KK)નુ એ સમયે નિધન થયુ જ્યારે તે કોલકત્તાના નજરુલ મંચમાં એક સંગીત કાર્યક્રમમાં પર્ફોર્મન્સ આપી રહ્યા હતા. કોલકત્તામાં મેડિકલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ(CMRI)પહોંચતા પહેલા તેમનુ મોત થઈ ચૂક્યુ હતુ.

kk

બોલિવૂડ સિંગર કૃષ્ણકુમાર કુનાથ (કેકે) મંગળવારે રાત્રે કૉન્સર્ટ માટે કોલકત્તામાં હતા. સ્ટેજ પર જ 53 વર્ષીય ગાયકાની તબિયત અચાનક બગડી હતી. કૉન્સર્ટ પછી કેકે અચાનક પડી ગયા. તેમને શહેરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રાત્રે લગભગ 10 વાગ્યે કોલકાતાની સીએમઆરઆઈ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યાં સુધીમાં તેમનુ મૃત્યુ થઈ ગયુ હતુ.

PM મોદીએ ટ્વિટ કરીને વ્યક્ત કર્યો શોક

કેકેના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો અને સંગીતપ્રેમીઓ દુઃખી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને ગાયકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાને તેમના ટ્વીટમાં લખ્યુ, 'કેકે તરીકે જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નાથના અકાળ અવસાનથી દુઃખી છુ. તેમના ગીતોમાં લાગણીઓની વિશાળ શ્રેણી દર્શાવવામાં આવી હતી, જે તમામ વય જૂથોના લોકો સાથે સંકળાયેલી હતી. આપણે તેમને તેમના ગીતો દ્વારા હંમેશા યાદ રાખીશુ. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. શાંતિ.'

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેકેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, 'KK ખૂબ જ પ્રતિભાશાળી અને બહુમુખી ગાયક હતા. તેમનુ અકાળે અવસાન ખૂબ જ દુઃખદ છે અને ભારતીય સંગીત માટે મોટી ખોટ છે. પોતાના તેજસ્વી અવાજથી તેમણે અસંખ્ય સંગીત પ્રેમીઓના મન પર અમીટ છાપ છોડી છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ શાંતિ'.

English summary
Eminent singer KK passes away at the age of 53
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X