ઇમરાનની એક થા ડાયન ફિલ્મનું ટ્રેલર રિલીઝ

મુંબઈ, 10 જાન્યુઆરી : ફિલ્મ ઘનચક્કર માટે ટ્રાફિક જામ કરાવનાર અભિનેતા હૉરર ફિલ્મ કામ કરી રહ્યાં છે. ફિલ્મનું નામ છે એક થી ડાયન કે જે બાલાજી મોશન દ્વારા બનાવાઈ રહી છે. ફિલ્મ એકતા કપૂરની છે. એટલે સ્વાભાવિક છે કે ઉત્સુકતા તો રહેશે. તેથી આ ફિલમ પ્રત્યે અનિચ્છાએ પણ લોકોની જિજ્ઞાસાઓ વધી ગઈ છે.

Emraan Hashmi

બુધવાર રાત્રે ફિલ્મનું પ્રથમ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું. ફિલ્મનું ટ્રેલર ખૂબ રહસ્યપૂર્ણ છે. ટ્રેલર જોઈને તો લાગે છે કે ફિલ્મમાં ઇમરાન કાં તો એક કલાકાર છે પછી કાં તો એક જાગુગર. ફિલ્મ તેઓ પ્રાકૃતિક સૌંદર્યને પોતાના સ્કૅચ વડે વર્ણિત કરે છે. તેઓ કહે છે કે નેચર ખૂબ સુંદર છે અને રહસ્યપૂર્ણ છે. તે જ વખતે ટ્રેલરમાં એક સુંદર સ્ત્રી દેખાય છે કે જેનો ચહેરો દેખાતો નથી, પરંતુ તેની લાંબી ચોટલી હોય છે. કદાચ તેઓ ફિલ્મના હીરોઇન કોંકણા સેના શર્મા હશે કે જેના અંગે ટ્રેલરમાં કંઈ બતાવાયું નથી.

એક થી ડાયન ફિલ્મના પ્રોમોમાં હુમા કુરૈશી તથા કલ્કી કોચલીનને પણ ઇંટ્રોડ્યુસ કરાઈ છે. ફિલ્મ નિર્માતાઓ એકતા કપૂર, શોભા કપૂર તથા વિશાલ ભારદ્વાજ છે. આશા સેવાય છે કે ફિલ્મ 18મી એપ્રિલના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મ અંગેની ઉત્સુકતાનું કારણ કોંકણા પણ છે કે જેમના અંગે ચર્ચા છે કે તેઓ ફરી ફિલ્મોમાં સક્રિય થવા જઈ રહ્યાં છે. તેમની પર્સનલ લાઇફમાં હાલ મુશ્કેલીઓ છે. તેઓ અને તેમના પતિ અભિનેતા રણબીર શૌરી વચ્ચે અણબનાવ ચાલે છે અને હાલત છુટાછેડા સુધી પહોંચી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X