ઇમરાન, હુમા અને એકતા ગંગામાં લગાવશે ડુબકી
મુંબઈ, 29 જાન્યુઆરી : આજકાલ સંગમ નગરી અલ્હાબાદમાં મહાકુંભ લાગેલો છે કે જ્યાં દેશ-વિદેશના સહેલાણીઓ ગંગા મૈયાના દર્શનાર્થે પહોંચી રહ્યાં છો, તો પછી ફિલ્મી જગતના લોકો કઈ રીતે આ પવિત્ર પર્વથી દૂર રહી શકે. સમાચાર છે કે બૉલીવુડના સીરિયલ કિસર ઇમરાન હાશમી અને અભિનેત્રી હુમા કુરૈશી કુંભમાં ડુબકી મારવા માટે અલ્હાબાદ જનાર છે. તે પણ ટેલીવિઝનની દુનિયાના મહારાણી એકતા કપૂર સાથે.
જોકે આ એક પ્રમોશનની યુક્તિ પણ હોઈ શકે છે, કારણ કે ઇમરાન-હુમા એકતા કપૂરની જ ફિલ્મ એક થી ડાયનમાં લીડ રોલ કરી રહ્યાં છે. ત્રણેય કલાકારો અલ્હાબાદ ખાતે ત્રણ દિવસ રોકાશે. નોંધનીય છે કે એક થી ડાયન ફિલ્મના દિગ્દર્શન કનન અય્યર છે, તો નિર્માતા એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજ છે. ફિલ્મમાં ઇમરાન-હુમા ઉપરાંત કલ્કી કોચલીન અને કોંકણા સેન શર્મા પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મ 18મી એપ્રિલના રોજ રિલીઝ થનાર છે.
આ અગાઉ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા અને બિકિની ગર્લ પૂનમ પાન્ડે પણ કુંભ મેળામાં ગંગાસ્નાન કરી ચુક્યાં છે. જોઇએ એકતા અને ઇમરાનના પ્રયત્નો શો રંગ લાવે છે, કારણ કે સામાન્યતઃ કહેવાય છે કે જો કુંભમાં કોઈ ફિલ્મને પ્રમોશન મળે, તો તે ફિલ્મ સુપર હિટ જાય છે. એક થી ડાયન ફિલ્મમાં ઇમરાન જાદૂગરના રોલમાં છે, તો હુમા, કલ્કી તથા કોંકણામાંથી કોણ ડાયન છે, તે અંગે સસ્પેંસ છે. ફિલ્મમાં પ્રથમ વાર કલ્કીએ ગીત પણ ગાયું છે.












Click it and Unblock the Notifications
