નોરા ફતેહીનો બેહદ ખૂબસુરત અવતાર, તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ
જ્યારે પણ ડાન્સ અને ખૂબસુરતીની ચર્ચા થાય છે ત્યારે અભિનેત્રી નોરા ફતેહીનું નામ ચોક્કસ સામે આવે છે. નોરા ફતેહીએ સતત તેના ડાન્સથી ચાહકોને પ્રભાવિત કર્યા છે.
જ્યારે પણ ડાન્સ અને ખૂબસુરતીની ચર્ચા થાય છે ત્યારે અભિનેત્રી નોરા ફતેહીનું નામ ચોક્કસ સામે આવે છે. નોરા ફતેહીએ સતત તેના ડાન્સથી ચાહકોને પ્રભાવિત કર્યા છે. આ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ તેના ચાહકો માટે તસવીરો શેર કરતી રહે છે. આ વખતે પણ આવું જ કંઈક થયું છે. નોરા ફતેહીએ બે તસવીરો શેર કરી છે અને તેમાં તે ખૂબ જ બોલ્ડ અને હોટ લાગી રહી છે. તસવીરો સામે આવતાની સાથે જ તે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

નોરા ફતેહીનો હોટ અવતાર
નોરા ફતેહી હાલમાં તેના ડાન્સ જ નહીં પરંતુ તેની એક્ટિંગ માટે પણ ચર્ચામાં છે. જ્યારથી અજય દેવગણની બ્લોકબસ્ટર ફિલ્મ ભુજનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી ચાહકો નોરા ફતેહીને ખૂબ પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં નોરા અભિનય કરતી જોવા મળશે અને તે એક જાસૂસની ભૂમિકા નિભાવી રહી છે. આ સમાચાર પછી ચાહકો આ ફિલ્મ અંગે ખૂબ જ ઉત્સુક છે અને આ ફિલ્મની રિલીઝની રાહ જોઇ રહ્યા છે.

અજય દેવગણ સાથે ભુજ-ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં દેખાશે
ભુજની વાર્તા એક સાચી અને સાહસિક ઘટનાથી પ્રેરિત છે, જે 1971 માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન બની હતી. અજય દેવગણ સ્ક્વોડ્રોન લીડર વિજય કાર્ણિકની ભૂમિકામાં છે.

નોરા ફતેહી પહેલીવાર અજય દેવગણ સાથે ફિલ્મમાં દેખાશે
નોરા ફતેહી પહેલીવાર અજય દેવગણ સાથે ફિલ્મમાં દેખાશે. આ પહેલા નોરા ફતેહીએ દિલબર, નાચ મેરી રાની, સમર અને સાકી સાકી જેવા ગીતોથી ચાહકોનું દિલ જીતી લીધું છે.












Click it and Unblock the Notifications
