300 ફિલ્મોમાં અભિનય કરનાર ટોમ અલ્ટરનું નિધન

Written By:
Subscribe to Oneindia News

ફિલ્મ જગતના જાણીતા એક્ટર અને લેખક ટોમ અલ્ટરનું શુક્રવારે નિધન થઇ ગયું છે. તે પાછલા લાંબા સમયથી કેન્સરની બિમારીથી લડી રહ્યા હતા. ટોમ અલ્ટરનું 67 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમને 4થી શ્રેણીનું સ્કિન કેન્સર હતું. ટોમ અલ્ટરને તેમના અભિનય માટે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. ટોમ અલ્ટરે અનેક ફિલ્મો અને ટીવી સીરીયલોમાં કામ કર્યું હતું. આ સિવાય તે શરૂઆતી સમયમાં સ્પોર્ટ્સના લેખક પણ હતા. ટોમ અલ્ટરે તેમના જીવન દરમિયાન કુલ 300 ફિલ્મોમાં કામ કર્યું હતું. અને દૂરદર્શનમાં આવનારી સીરિયલ જૂનૂનમાં તે ગેંગસ્ટર કેશવ કલ્સીની તેમની ભૂમિકાના કારણે પ્રસિદ્ધ થયા હતા.

સચિનનો ઇન્ટરવ્યૂ

સચિનનો ઇન્ટરવ્યૂ

અભિનય સિવાય ટોમ અલ્ટરે ડાયરેક્શન પર પણ હાથ અજમાયો હતો. તેમણે 1980-90ના દશકમાં સ્પોર્ટસ જર્નાલિસ્ટ પણ રહ્યા હતા. અને તે એવા પહેલા વ્યક્તિ હતા જેમણે સચિન તેંડુલકરનો ટીવીમાં સાક્ષાત્કાર કર્યો હતો. આ સમયે સચિને ક્રિકેટિંગ કેરિયરની શરૂઆત જ કરી હતી. અને સચિન તેંડુલકરનો આ ઇન્ટરવ્યૂ ખૂબ જ વિખ્યાત થયો હતો. સાથે જ ટોમે ત્રણ પુસ્તકો પણ લખી હતી. જેમાં એક નોન ફિક્શન હતી અને બે ફિક્શન આધારીત હતી. વર્ષ 2008માં તેમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભારત સરકારે સિનેમા અને આર્ટસના ક્ષેત્રમાં તેમના યોગદાનને જોતા તેમને આ સન્માન આપ્યું હતું.

પરિવારે આપી જાણકારી

પરિવારે આપી જાણકારી

તેમના નિધન વિષે શુક્રવારે તેમના પરિવારે પ્રેસ સ્ટેટમેન્ટ જાહેર કરીને જાણકારી આપી હતી. તેમનો પરિવાર તેમની મૃત્યુ વખતે સાથે હતો. અને તેમણે પ્રેસ સ્ટેટમેન્ટમાં પણ જણાવ્યું હતું કે આ દુખના સમયે તેમના પરિવાર આ સમગ્ર પ્રકરણમાં પ્રેસથી દૂર રહી તેને ખાનગી રાખવા માંગે છે તે વાતનું સન્માન રહે તેવી અપીલ પણ પ્રેસને કરવામાં આવી છે.

પુણેથી અભિનયની ટ્રેનિંગ

પુણેથી અભિનયની ટ્રેનિંગ

ટોમ અલ્ટરનો જન્મ 1950 માં થયો હતો. તેમણે પોતાનું ભણતર હિમાલય વુડસ્ટોક સ્કૂલમાં અને કોલેજ અમેરિકાની યેલ વિશ્વવિદ્યાલયથી કર્યું હતું. 1972માં તેમનું 800 લોકોમાંથી ભારતની પ્રતિષ્ઠિત ફિલ્મ ઇંસ્ટિટ્યૂટ એફટીઆઇઆઇ પૂણેમાં ચયન થયું હતું. અને તેમણે અહીંથી અભિનયની ટ્રેનિંગ લઇ, ડિપ્લોમા કર્યું હતું.

અનેક ફિલ્મોમાં કર્યું કામ

અનેક ફિલ્મોમાં કર્યું કામ

ટોમ અલ્ટરની પહેલી ફિલ્મ હતી રામાનંદ સાગરની ચરસ જે 1967માં રીલિઝ થઇ હતી. જેમાં ટોમ એક સીઆઇડી અધિકારીની ભૂમિકા ભજવી હતી. તે પછી તેમણે વી શાંતારામ, ઋષિકેશ મુખર્જી, મનમોહન દેસાઇ, વિધુ વિનોદ ચોપડા જેવા અનેક જાણીતા ડાયરેક્ટર જોડે કામ કર્યું છે. સાથે જ તેમણે રાજ કપૂર સાથે રામ તેરી ગંગા મેલીમાં મહત્વની ભૂમિકા પણ ભજવી છે. જેના માટે તેમને આજે પણ યાદ કરવામાં આવે છે. એટલું જ નહીં તેમણે તમિલ, આસામી, બંગાળી, તેલુગુ, કુમાંવની સિનેમા માટે પણ કામ કર્યું છે.

English summary
famous film actor tom alter passed away at the age of 67 fighting cancer.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.