અતરંગી અવતારમાં જોવા મળતી ઉર્ફી જાવેદનો સંસ્કારી અવતાર જોઈને ફેન્સ ચૌક્યા, જુઓ ફોટો!
ટીવી અભિનેત્રી અને ભૂતપૂર્વ બિગ બોસ 15 OTT સ્પર્ધક ઉર્ફી જાવેદ આ દિવસોમાં તેના આકર્ષક ફેશનેબલ ડ્રેસને કારણે ચર્ચામાં છે. હાલમાં જ ઉર્ફીએ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
ટીવી અભિનેત્રી અને ભૂતપૂર્વ બિગ બોસ 15 OTT સ્પર્ધક ઉર્ફી જાવેદ આ દિવસોમાં તેના આકર્ષક ફેશનેબલ ડ્રેસને કારણે ચર્ચામાં છે. હાલમાં જ ઉર્ફીએ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ઉર્ફી જાવેદનો સંસ્કારી અવતાર
લોકો ઉર્ફીના આ પરંપરાગત અવતારને સમજી શકતા નથી. ઉર્ફી ગોલ્ડન કલરની સાડીમાં પોઝ આપી રહી છે. અભિનેત્રીએ તેના વાળ બાંધ્યા છે અને મેચિંગ જ્વેલરી પહેરી છે. ઉર્ફીની આ તસવીરો પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
ઉર્ફી જાવેદ ક્યારે મુસ્લિમ સાથે કામ નહીં કરે
હાલમાં જ ઉર્ફી જાવેદને એક ઈન્ટરવ્યુમાં તેની લવ લાઈફ અને લગ્ન વિશે સવાલ પૂછવામાં આવ્યો તો તેણે ચોંકાવનારો જવાબ આપ્યો છે. ઉર્ફી જાવેદના જણાવ્યા અનુસાર, તે ક્યારેય મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કરશે નહીં અને તે આ દિવસોમાં ભગવદ ગીતા વાંચી રહી છે.

સતત ટ્રોલ્સના નિશાને રહે છે ઉર્ફી
ઉર્ફી જાવેદે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મને ટ્રોલ કરવાનું કારણ એ છે કે મારા ધર્મ પ્રમાણે તેઓ મારી પાસેથી જે રીતે અપેક્ષા રાખે છે તે રીતે હું વર્તી શકતી નથી. આ પછી ઉર્ફીએ લગ્ન પર કહ્યું કે, હું ક્યારેય કોઈ મુસ્લિમ છોકરા સાથે લગ્ન નહીં કરૂ, હું ઇસ્લામમાં માનતી નથી અને હું કોઈ ધર્મનું પાલન કરતી નથી, તેથી હું કોને પ્રેમ કરું છું તેની મને પરવા નથી. આપણે જેને ઈચ્છીએ તેની સાથે લગ્ન કરી શકીએ છીએ.












Click it and Unblock the Notifications
