વેલકમ બૅક : ‘આરડીએક્સ’ની જગ્યા ખાલી જ છે ભાઈ!
મુંબઈ, 27 ઑગસ્ટ : અનીસ બઝ્મીની વેલકમ ફિલ્મની સિક્વલ વેલકમ બૅકમાં જ્હૉન અબ્રાહમ તથા શ્રુતિ હસન લીડ રોલમાં હશે. દિગ્દર્શક અનીસ હાલ પ્રથમ ભાગ એટલે કે વેલકમમાં અભિનેતા ફિરોઝ ખાન દ્વારા ભજવાયેલ રોલ માટે કલાકારની શોધમાં છે.
અનીસ બઝ્મીએ સોમવારે વેલકમ બૅકની ખાસ ઝલકી જારી કરી. તેમણે જણાવ્યું - અમે અત્યાર સુધી નક્કી નથી કરી શક્યાં કે ફિરોઝ ખાને કરેલી આરડીએક્સ તરીકેની ભૂમિકામાં કોની પસંદગી કરીએ. ફિરોઝે વેલકમમાં ડૉન રણવીર ધનરાજ જાકા (આરડીએક્સ)નો રોલ કર્યો હતો. ફિલ્મમાં તેમનો રોલ નાનકડો, પણ મહત્વનો હતો. વેલકમમાં અક્ષય કુમાર અને કૅટરીના કૈફ હતાં. વેલકમ બૅકમાં આ જોડી હવે જ્હૉન અબ્રાહમ અને શ્રુતિ હસન તરીકે જોવા મળશે. નાના પાટેકર, અનિલ કપૂર તેમજ પરેશ રાવલ સિક્વલમાં પણ હસાવવાર ઉપલબ્ધ રહેશે.
આવો વેલકમ બૅકના લૉન્ચિંગની તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

આરડીએક્સની જગ્યા ખાલી
વેલકમ ફિલ્મમાં ફિરોઝ ખાને આરડીએક્સ તરીકેની મહત્વની ભૂમિકા કરી હતી. જોકે હવે તેમનું નિધન થઈ ચુક્યું છે. તેથી ફિલ્મની સિક્વલ વેલકમ બૅકમાં આ રોલ માટે કલાકારની શોધ ચાલુ છે.

આ વખતે મોટી ભૂમિકા
અનીસ બઝ્મીએ જણાવ્યું - વેલકમ બૅકમાં આરડીએક્સની મોટી અને મહત્વની ભૂમિકા હશે. વેલકમમાં ફિરોઝ સાહેબે એવી પ્રસ્તુતિ આપી કે તે રોલ મહત્વનો બની ગયો. તેથી આ વખતે આરડીએક્સની ભૂમિકા મોટી હશે.

અમિતાભ બનશે આરડીએક્સ?
જાણવા મળે છે કે ફિરોઝ ખાન વાળી આરડીએક્સની ભૂમિકા માટે અમિતાભ બચ્ચનનો સમ્પર્ક સાધવામાં આવશે.

અક્ષય-કૅટના સ્થાને જ્હૉન-શ્રુતિ
વેલકમમાં અક્ષય કુમાર અને કૅટરીના કૈફની જોડી હતી, તો વેલકમ બૅકમાં જ્હૉન અબ્રાહમ અને શ્રુતિ હસનની જોડી તેમના સ્થાને ધૂમ મચાવશે.

નાના-અનિલ-પરેશ
વેલકમની જેમ વેલકમ બૅકમાં નાના પાટેકર, અનિલ કપૂર અને પરેશ રાવલની તિકડી કાયમ રાખવામાં આવી છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
