For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BOX OFFICE: આયુષ્માન ખુરાનાની ‘બાલા'નો વર્લ્ડવાઈડ ધમાકો, 100 કરોડને પાર

અમર કૌશિકના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘બાલા' બૉક્સ ઑફિસ પર તહેલકો મચાવી રહી છે. ભારતમાં જ નહિ વર્લ્ડવાઈડ ફિલ્મને ખૂબ પ્રેમ મળી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

અમર કૌશિકના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'બાલા' બૉક્સ ઑફિસ પર તહેલકો મચાવી રહી છે. ભારતમાં જ નહિ વર્લ્ડવાઈડ ફિલ્મને ખૂબ પ્રેમ મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ફિલ્મે વર્લ્ડવાઈડ બૉક્સઑફિસ પર 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આયુષ્માન ખુરાના, યામી ગૌતમ અને ભૂમિ પેડનેકર સ્ટારર આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ભારતમાં ફિલ્મે 75 કરોડનો આંકડો પાર કરી લીધો છે જ્યારે ઓવરસીઝમાં પણ ફિલ્મને સારી પ્રતિક્રિયા મળી છે.

આયુષ્માન ખુરાનાની સતત સાતમી હિટ ફિલ્મ

આયુષ્માન ખુરાનાની સતત સાતમી હિટ ફિલ્મ

ટ્રેડ પંડિતોની માનીએ તો ભારતમાં પણ ફિલ્મનુ કલેક્શન 100 કરોડને પાર પહોંચવાનુ છે. 'મરજાંવા' અને 'મોતીચૂર ચકનાચૂર' જેવી ફિલ્મોની રિલીઝથી ‘બાલા' પ્રભાવિત થતી નથી દેખાઈ રહી. તમને જણાવી દઈએ કે આ આયુષ્માન ખુરાનાની સતત સાતમી હિટ ફિલ્મ છે. આ પોતાનામાં એક ખાસ રેકોર્ડ છે.

‘બાલા'

‘બાલા'

આ ફિલ્મ ટાલિયાપણાની સમસ્યા અને સમાજમાં રૂપરંગ માટે પક્ષપાત પર બનેલી છે. સિંગલ સ્ક્રીનથી લઈ મલ્ટીપ્લેક્સ સુધી ફિલ્મને પસંદ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ જંગલમાં નાગિન બની આમિરની દીકરી ઈરા, સેક્સી બોલ્ડ ફોટાએ લગાવી આગઆ પણ વાંચોઃ જંગલમાં નાગિન બની આમિરની દીકરી ઈરા, સેક્સી બોલ્ડ ફોટાએ લગાવી આગ

હિટ છે ફિલ્મ

હિટ છે ફિલ્મ

2018માં આવેલી સ્ત્રીની બેજોડ સફળતા બાદ અમર કૌશિકની બીજી ફિલ્મ ‘બાલા' પણ બૉક્સ ઑફિસ પર સુપરહિટ સાબિત થઈ ચૂકી છે.

100 કરોડ ક્લબ

100 કરોડ ક્લબ

ટ્રેડ પંડિતોની માનીએ તો બાલા સાથે આયુષ્માન એક વાર ફરીથી 100 કરોડ ક્લબમાં એન્ટ્રી લેવાના છે. આ પહેલા આયુષ્નની ‘બધાઈ હો' અને ‘ડ્રીમ ગર્લ' એ પણ 100 કરોડનો આંકડો પાર કર્યો છે.

સાઉદીમાં થઈ રિલીઝ

સાઉદીમાં થઈ રિલીઝ

‘બાલા' સાઉદી અરબમાં રિલીઝ થયેલી આયુષ્માન ખુરાનાની પહેલી ફિલ્મ બની ચૂકી છે. સાઉદીમાં ફિલ્મ 14 નવેમ્બરે રિલીઝ થઈ ચૂકી છે.

2019 ધમાકો

2019 ધમાકો

2019માં આયુષ્માનની ત્રણ ફિલ્મો રિલીઝ થઈ છે - ‘આર્ટિકલ 15', ‘ડ્રીમ ગર્લ' અને ‘બાલા'. તમને જણાવી દઈએ કે ત્રણે ફિલ્મો બૉક્સ ઑફિસ પર હિટ રહી છે. વળી, ભૂમિ પેડનેકરે પણ ગયા મહિને ‘સાંડ કી આંખ' જેવી શ્રેષ્ઠ ફિલ્મ આપી છે. જ્યારે ડિસેમ્બરમાં તેની ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો' આવવા માટે તૈયાર છે.

બેક ટુ બેક હિટ ફિલ્મો

બેક ટુ બેક હિટ ફિલ્મો

બાલા સાથે આયુષ્માનનો હિટ આપવાનો સિલસિલો યથાવત રહેશે. આ આયુષ્માનની સતત સાતમી હિટ ફિલ્મ સાબિત થવાની છે. આ પહેલા આયુષ્માને બરેલીકી બર્ફી, શુભ મંગલ સાવધાન, અંધાધુન, બધાઈ હો, આર્ટિકલ 15 અને ડ્રીમ ગર્લ જેવી હિટ ફિલ્મો આપી છે.

English summary
film Bala crossed 100 crore mark on worldwide box office. Film is a superhit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X