Pics : શાહિદ સાથે જામશે ઇલિયાનાની જોડી?
મુંબઈ, 11 જૂન : દક્ષિણ ભારતીય ફિલ્મોના અભિનેત્રી અને બૉલીવુડ ફિલ્મ બર્ફીમાં શાનદાર અભિનય કરનાર ઇલિયાના ડીક્રૂઝ ટુંકમાં જ ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મમાં દેખાશે. ફિલ્મના હીરો શાહિદ કપૂર છે. ઇલિયાના પ્રથમ વાર શાહિદ કપૂર સાથે આવી રહી છે અને દર્શકો વિચારતાં હશે કે આખરે કેવી લાગશે શાહિદ-ઇલિયાનાની જોડી?
આપના પ્રશ્નનો જવાબ પોતે ઇલિયાના જ આપી રહ્યાં છે. ઇલિયાના કહે છે કે તેઓ ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મમાં કામ કરી ખૂબ જ સંતુષ્ટ છે. શાહિદ સાથે ફિલ્મનું શૂટિંગ ખૂબ જ સુંદર રીતે પૂર્ણ થયું. હું ફિલ્મ અંગે ખૂબજ ઉત્સાહિત છે. આ એક જુદા પ્રકારની ફિલ્મ છે અને મને આશા છે કે દર્શકોને પીપીએનએચ ફિલ્મ ખૂબ જ ગમશે.

બર્ફીથી શરુઆત
દેવદાસુ તથા પોકિરી જેવી સાઉથની ફિલ્મોમાં કરી ચુકેલાં ઇલિયાનાએ બૉલીવુડમાં બર્ફી ફિલ્મથી શરુઆત કરી હતી. ફટા પોસ્ટર નિકલા હીરો તેમની બીજી ફિલ્મ છે.

શાહિદ સાથે જામશે જોડી
ઇલિયાના ડીક્રૂઝ કહે છે કે ફટા પોસ્ટર નિકલા હીરોમાં શાહિદ કપૂર સાથે તેમની જોડી જરૂર લોકોને ગમશે.

આટલી અપેક્ષા નહોતી
ઇલિયાનાએ તાજેતરમાં જ એક ઇવેંટમાં પણ જણાવ્યું હતું કે તેઓને બૉલીવુડ પાસેથી ઘણું મળ્યું છે. એટલી અપેક્ષા નહોતી તેમની.

કૃતજ્ઞતાનો અહેસાસ
ઇલિયાના કહે છે - જ્યારે બર્ફીમાં મારા અભિનયના વખાણ થયાં, તો હું ખૂબ જ લાગણીશીલ અને કૃતજ્ઞ થઈ ગઈ હતી.

રાજકુમાર સંતોષી
રોમાંચથી ભરપૂર પીપીએનએચ ફિલ્મનું દિગ્દર્શન રાજકુમાર સંતોષીએ કર્યું છે. સંતોષી અગાઉ અંદાઝ અપના અપના તથા અજબ પ્રેમ કી ગઝબ કહાની જેવી હળવી ફિલ્મો બનાવી ચુક્યાં છે.

સંતુષ્ટ છું
ઇલિયાના ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મમાં શાહિદ કપૂર સાથે કામ કરી સંતુષ્ટ છે.












Click it and Unblock the Notifications
