Filmfare Awards 2023: પ્રેમ ચોપડાને લાઈફટાઈમ અચીવમેન્ટ અવૉર્ડ, રણબીર-આલિયાને પણ મળ્યા આ પુરસ્કાર
Filmfare Awards 2023: ફિલ્મફેર અવૉર્ડ ફંક્શનમાં બૉલિવુડના દિગ્ગજ અભિનેતા પ્રેમ ચોપડાને લાઈફટાઈમ અચીવમેન્ટ અવૉર્ડ આપવામાં આવ્યો છે. આ સાથે રણબીર અને આલિયાએ પણ ઘણા અવૉર્ડ જીત્યા છે.
બૉલિવુડના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ શોમાંથી એક, ફિલ્મફેર એવોર્ડ 27 એપ્રિલના રોજ Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાયો. સલમાન ખાને આ એવોર્ડ શોને હોસ્ટ કર્યો અને આયુષ્માન ખુરાના-મનીષ પોલે તેને સપોર્ટ કર્યો.

આ અવોર્ડ શો દરમિયાન રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો જાદુ પણ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, પ્રખ્યાત સિંગર અરિજીત સિંહને 'બ્રહ્માસ્ત્ર'ના ગીત 'કેસરિયા' માટે બેસ્ટ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો છે. અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ને પણ VFX માટે એવોર્ડ મળ્યો છે.
આલિયાની વાત કરીએ તો આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડીને સૌથી વધુ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા છે. આલિયાની ફિલ્મને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનથી લઈને બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન, બેસ્ટ કોરિયોગ્રાફર અને બેસ્ટ બેકગ્રાઉન્ડ સુધીના ઘણા એવોર્ડ મળ્યા હતા. પ્રકાશ કાપડિયા અને ઉત્કર્ષિની વશિષ્ઠને ગંગુબાઈ કાઠિયાવાડી માટે શ્રેષ્ઠ સંવાદનો એવોર્ડ મળ્યો છે.
મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત ફિલ્મફેર એવોર્ડ્સ 2023 એવોર્ડ નાઇટ સ્ટાર્સથી ભરેલી છે અને બૉલિવુડના સૌથી મોટા સ્ટાર્સે તેમની હાજરીનો અનુભવ કરાવ્યો છે. ફિલ્મફેર એવોર્ડ્સ 28 એપ્રિલ, 2023ના રોજ રાત્રે 9 વાગે કલર્સ પર ટેલિવિઝન પર પ્રીમિયર થશે.












Click it and Unblock the Notifications
