68th Filmfare Awards 2023 Winners List: રાજકુમાર રાવ-આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટરનો અવૉર્ડ, જાણો આખુ લિસ્ટ

Filmfare Awards 2023 Winners List: 68માં ફિલ્મફેર અવૉર્ડસ 2023ની ઘોષણા મુંબઈમાં ગુરુવારની રાતે કરવામાં આવી છે. સલમાન ખાન સાથે આયુષ્માન ખુરાના અને મનીષ પૉલે શોને હોસ્ટ કર્યો.

બૉલિવુડ સ્ટાર્સે પોતાની સુંદરતાથી ફિલ્મફેર અવૉર્ડને ચાર ચાંદ લગાવી દીધા. ઘણા સ્ટાર્સે જોરદાર પર્ફોર્મન્સ આપ્યા. સમગ્ર નાઈટમાં સ્ટાર્સે પોતાની ઉપસ્થિતિથી શોને મનોરંજક બનાવી દીધો.

filmfare 2023

ફિલ્મફેર એવોર્ડ્સ 2023 મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાયો હતો. તમને જણાવી દઈએ કે ફિલ્મફેર એવોર્ડ્સનું પ્રીમિયર કલર્સ પર 28 એપ્રિલ, 2023ના રોજ રાત્રે 9 વાગે ટેલિવિઝન પર થશે.

રાજકુમાર રાવે શ્રેષ્ઠ અભિનેતાનો અવૉર્ડ મળ્યો. જ્યારે આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'એ 10 કેટેગરીમાં એવોર્ડ જીત્યા, જ્યારે 'બધાઈ દો'એ 6 એવોર્ડ જીત્યા. ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ને 4 કેટેગરીમાં એવોર્ડ મળ્યા હતા. પીઢ અભિનેતા પ્રેમ ચોપરાને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અહીં જુઓ વિનર્સનુ આખુ લિસ્ટ

શ્રેષ્ઠ અભિનેત્રી - આલિયા ભટ્ટ(ગંગૂબાઈ કાઠિવાડી)
શ્રેષ્ઠ અભિનેતા - રાજકુમાર રાવ(બધાઈ દો)
શ્રેષ્ઠ ફિલ્મ - ગંગૂબાઈ કાઠિયાવાડી
શ્રેષ્ઠ દિગ્દર્શક - સંજયલીલા ભણશાળી
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી - શીબા ચઢ્ઢા (બધાઈ દો) શ્રેષ્ઠ સહાયક અભિનેતા- અનિલ કપૂર (જુગ જુગ જીયો)
શ્રેષ્ઠ અભિનેતા (ક્રિટીક) - સંજય મિશ્રા
શ્રેષ્ઠ અભિનેત્રી (ક્રિટિક) - તબુ અને ભૂમિ પેડનેકર શ્રેષ્ઠ ફિલ્મ (ક્રિટિક) - બધાઈ દો
શ્રેષ્ઠ મ્યુઝિક આલ્બમ - બ્રહ્માસ્ત્ર પાર્ટ વન, પ્રીતમ
શ્રેષ્ઠ લિરિક્સ - અમિતાભ ભટ્ટાચાર્ય, કેસરિયા સોંગ (બ્રહ્માસ્ત્ર) બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ) - અરિજિત સિંહ, કેસરિયા ગીત (બ્રહ્માસ્ત્ર)
બેસ્ટ પ્લેબેક સિંગર (ફિમેલ) - કવિતા સેઠ, રંગી સારી (જુગ જુગ જિયો)
અપકમિંગ મ્યૂઝિક ટેલેન્ટ માટે આરડી બર્મન એવોર્ડ - જ્હાન્વી શ્રીમંકર, ઢોલીડા (ગંગુબાઈ કાઠિયાવાડી)
શ્રેષ્ઠ VFX - બ્રહ્માસ્ત્ર પાર્ટ વન
બેસ્ટ સિનેમેટોગ્રાફી - સુદીપ ચેટર્જી, ગંગુબાઈ કાઠિયાવાડી
બેસ્ટ કોરિયોગ્રાફી - કૃતિ મહેશ, ઢોલીડા (ગંગુબાઈ કાઠિયાવાડી)
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન - શીતલ શર્મા, ગંગુબાઈ કાઠિયાવાડી
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન - સુબ્રત ચક્રવર્તી અને અમિત રે, ગંગુબાઈ કાઠિયાવાડી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X