Video : આખરે જ્હાન્વી કપૂરે બોયફ્રેન્ડને લઈને રાઝ ખોલ્યા, આ વ્યક્તિને કરી રહી છે ડેટ
બોલિવૂડની ઉભરતી અભિનેત્રી જ્હાન્વી કપૂર સતત સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તેના અફેર કે પછી ફેશનને લઈને ચર્ચામાં રહેતી જ્હાન્વી કપૂર હાલમાં જ કોફી વિથ કરણમાં પહોંચી હતી.
કોફી વિથ કરણની સીઝન 8ના આગામી એપિસોડનો પ્રોમો હાલમાં જ રિલીઝ થયો છે. પ્રોમોમાં અભિનેત્રી જ્હાન્વી કપૂર તેની બહેન ખુશી કપૂર સાથે જોવા મળી રહી છે.

કોફી વિથ કરણ સીઝન 8માં જ્હાન્વી કપૂર કઈંક એવુબ બોલતી જોવા મળી રહી છે, જેના કારણે હવે તે સોશિયલ મીડિયા પર છવાઈ છે. અહીં તેણે તેના બોયફ્રેન્ડ વિશે વાત કરી છે. આ એપિસોડમાં કરણ જોહરે રેપિડ ફાયર દરમિયાન ઘણા પ્રશ્નો પૂછ્યા હતા.
કરણે જ્હાન્વીને તેના ફોનમાં સ્પીડ ડાયલ પર ત્રણ લોકોના નંબર જાહેર કરવા કહ્યું. અભિનેત્રીએ તેના પિતા બોની કપૂર, તેની બહેન ખુશી અને અજાણતાં તેના કથિત બોયફ્રેન્ડનું નામ લઈ લીધું.
રેપિડ ફાયર દરમિયાન અભિનેત્રીએ તેના બોયફ્રેન્ડ શિખુ એટલે કે શિખર પહાડિયાનું નામ લીધું. હવે ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે શિખર તેનો બોયફ્રેન્ડ છે અને બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે આ પહેલા શિખરે જ્હાન્વીની એક પોસ્ટ પર કોમેન્ટ કરી હતી અને લખ્યું હતું કે, હાય માય લડ્ડુ. હવે આ કમેન્ટ જોઈને ચાહકોએ અનુમાન લગાવ્યું હતું કે અભિનેત્રીનો બોયફ્રેન્ડ તેને પ્રેમથી લડ્ડુ કહે છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી જાન્હવી કપૂર આગામી દિવસોમાં ઘણી ફિલ્મોમાં જોવા મળવાની છે. તેની ફિલ્મો મિસ્ટર એન્ડ મિસિસ માહી, દેવરા અને ઉલઝ આગામી થોડા મહિનામાં રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
