મુંબઈના પ્રસિદ્ધ આર.કે સ્ટુડિયોમાં લાગી આગ,કોઈ જાનહાની નહી

Written By:
Subscribe to Oneindia News

મુંબઇના પ્રસિદ્ધ આર.કે સ્ટુડિયોમાં અચનાક આગ લાગી ગઈ હતી. ફાયરબ્રિગેટની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઉપરાંત પાણીના ત્રણ ટેંકર પણ ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આગ સૌથી પહેલા વિજળીના વાયરોમાં લાગી હતી એ બાદ આગે ખુબ જ વિકરાળ રૂપ ધારણ કરી લીધુ હતું. એક વાર આગ પર કાબુ મેળવ્યા બાદ ફરી બીજી વખત આગ લાગી ગઈ હતી. મળતી માહિતી મુજબ શનિવાર હોવાને કારણે સ્ટુડિયોમાં કોઈ ન હતું, આથી કોઈ જાનહાની થઈ નથી. પરંતુ આગના કારણે સ્ટુડિયાને ખૂબ નુકસાન થયુ હતું.

Mumbai

નોંધનીય છે કે આર.કે. સ્ટુડિયોની સ્થાપના 1948ના રોજ રાજ કપૂરે કરી હતી. હાલ આ સ્ટુડિયો મુંબઈના જાણીતા સ્ટુડિયો માનો એક છે. અહી કોઈને કોઈ વસ્તુની શુટિંગ થતું રહેતું હોય છે. સ્ટુડિયોનુ તમામ કામ ઋષિ કપૂર સંભાળે છે. આ આગ 'સુપર ડાંસર' ના સેટ પર લાગી હતી. પરંતુ આ શો બંધ થઈ ગયો છે અને શનિવાર હોવાથી સ્ટુ઼ડિયોમાં કોઈ કર્મચારી પણ ન હતું. આગ પર કાબુ મેળવવા ફાયરબ્રિગ્રેડ ટીમને ભારે જહેમત બાદ સફળતા મળી હતી.

English summary
Fire caught in Mumbai RK Studio
Please Wait while comments are loading...