First Look: બે જબરજસ્ત સ્ટાર, પહેલી ઝલક જ શાનદાર
ક્વીન પછી કંગના રાણાવત અને રાજકુમાર રાવ ફરી એકવાર સાથે આવી રહ્યા છે. તેમની આવનારી ફિલ્મનું નામ "મેન્ટલ હૈ ક્યાં" રાખવામાં આવ્યું છે.
ક્વીન પછી કંગના રાણાવત અને રાજકુમાર રાવ ફરી એકવાર સાથે આવી રહ્યા છે. તેમની આવનારી ફિલ્મનું નામ "મેન્ટલ હૈ ક્યાં" રાખવામાં આવ્યું છે. કંગના રાણાવત અને રાજકુમાર રાવ ની ફિલ્મનો પહેલો લૂક રિલીઝ કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં બંને ઘણા જ અલગ દેખાઈ રહ્યા છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે પોસ્ટર જોઈને જ તમે ફિલ્મ જોવા માટે આતુર બની જશો.

આ ફિલ્મની પ્રોડ્યૂસર એકતા કપૂર છે. તેમને જ ફિલ્મનો પહેલો લૂક જાહેર કર્યો છે. મેન્ટલ હૈ ક્યાં એક સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ હશે જેનું નિર્દેશન પ્રકાશ કોવેલામુદ્દી કરી રહ્યા છે. આ ફિલ્મની કહાની લંડન અને મુંબઈ પર આધારિત હશે.
આ ફિલ્મ માટે કંગના અને રાજકુમાર રાવ બંને ખુબ જ ઉત્સાહિત છે. ફિલ્મની શૂટિંગ હવે શરૂ કરવામાં આવશે. ફિલ્મના પહેલા સિડ્યુલ ની શૂટિંગ મુંબઈમાં થશે અને પછી લંડનમાં તેનું શૂટિંગ કરવામાં આવશે. આ ફિલ્મ 2019 દરમિયાન રિલીઝ થઇ શકે છે.












Click it and Unblock the Notifications
