ભાઇ #Final છે: તૈમૂર અલી ખાન પટૌડીની ઓફિશિયલ તસવીર

Written By:
Subscribe to Oneindia News

20 ડિસેમ્બરે સવારે કરીનાએ મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે બાળકને જન્મ આપ્યો હતો. કરીનાનો પ્રેગનન્સી ફેઝ બોલિવૂડમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો અને બાળક આવ્યા પછી પણ વિવાદોએ જાણે કરીનાનો પીછો નથી છોડ્યો. ગુરૂવારે બપોરે કરીનાને બ્રીચ કેન્ડ હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરવામાં આવી હતી. ત્યાર બાદ પપ્પા સૈફ અલી ખાન અને મમ્મી કરીના કપૂર તૈમૂરને લઇને તેમના બાંદ્રા ખાતેના ઘરે પહોંચ્યા હતા.

kareena kapoor

ઘરે પહોંચતા જ તેમણે પોતાના ફેન્સ અને મીડિયાને હાથ હલાવીને પોઝ આપ્યો હતો. આ તસવીર એ સમયની જ છે. ત્યારે પહેલી વાર નાનકડા તૈમૂરની ઝલક સૈફ અને કરીનાના ફેન્સને જોવા મળી હતી.

સંજય દત્તે સલમાનને કહ્યું, 'ઘમંડી'! કેમ? - વાંચો અહીં

કરીનાએ બાળકને જન્મ આપતાંના થોડા જ કલાકોમાં તૈમૂરનું નામ ટ્વીટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. તૈમૂર અને કરીનાની અનેક તસવીરો પણ વાયરલ થઇ હતી અને આ સાથે તૈમૂર નામને લઇને પણ મોટો વિવાદ ઊભો થયો હતો. જો કે, આ તમામ વિવાદો છતાં સૈફ અને કરીનાએ ખૂબ ગ્રેસફૂલી મીડિયા અને ફેન્સની શુભકામનાઓ સ્વીકારી હતી.

English summary
Kareena Kapoor and Saif Ali Khan reach home with baby Taimur. First official picture of Taimur Ali Khan Pataudi.
Please Wait while comments are loading...