સંજય દત્તે સલમાન ખાનને ઘમંડી કહ્યા એની પાછળનું સત્ય શું છે?

Written By:
Subscribe to Oneindia News

સંજય દત્ત જ્યારથી જેલમાંથી બહાર આવ્યા છે ત્યારથી તેમના ફિલ્મી કરિયરને બ્રેક લાગી ગઇ છે. આમ તો સંજય દત્તે ત્રણ ફિલ્મોની ઘોષણા કરી છે, પરંતુ એક પણ ફિલ્મ શરૂ થયાના ખબર આવ્યા નથી. આ કારણે સંજય દત્તનો ઉત્સાહ જાણો ઝાંખો પડી ગયો છે.

samjay salman

અહીં વાંચો - 3 દિવસના તૈમૂરની ત્રીજી તસવીર વાયરલ

સંજય દત્તની પોતાની પ્રોડક્શન કંપની પણ છે. સૂત્રોના જણાવ્યા અનુસારે સંજય દત્તે પોતાની હોમ પ્રોડક્શન કંપનીની એક ફિલ્મ માટે સલમાન ખાનને અપ્રોચ કર્યા હતા. તેમને પૂરી આશા હતી કે સલમાન ના નહીં જ પાડે. પરંતુ હાલ સલમાન પોતાની આગામી ફિલ્મો ઉપરાંત અન્ય કમિટમેન્ટ્સમાં પણ ખૂબ વ્યસ્ત છે.

sanjay salman

અહીં વાંચો - MovieReview: આમિર અને તેની છોરીઓની પ્રેરણાત્મક સ્ટોરી છે દંગલ

આ કારણે સલમાને સંજય દત્તની ઓફર નકારી કાઢી. સંજય દત્ત સલમાનના સારા મિત્ર હોવાથી તેઓ સંજય દત્તને મોઢા પર ના કહેતાં ખચકાતા હતા, આથી તેમણે પોતાની ટીમને કહ્યું કે તે સંજય દત્તને ના કહી દે. આ વાત સંજય દત્તને ખૂંચી ગઇ.

આ ઘટના બાદ એક શોમાં સંજય દત્તને હોસ્ટ દ્વારા કેટલાક સવાલ પૂછવામાં આવ્યા હતા. જેમાં સંજય દત્તને કેટલાક નામ આપવામાં આવ્યા અને સંજયે માત્ર એક શબ્દમાં એ વ્યક્તિ વિશે જણાવવાનું હતું. આમાં જેવું સલમાનનું નામ આવ્યું કે તરત સંજયે હસીને જવાબ આપ્યો, Arrogant!

હવે સલમાન ખાન આ અંગે શું કહે છે અને કંઇ કહે છે કે નહીં એ જોવાનું છે.

અહીં વાંચો: 'રણબીર કપૂરની હાલત ખરાબ છે, તે રોજ મને ફોન કરે છે..'-સંજય દત્ત

English summary
This is the real reason why recently Sanjay Dutt called Salman Khan arrogant
Please Wait while comments are loading...