"રણબીર કપૂરની હાલત ખરાબ છે, તે રોજ મને ફોન કરે છે.."

Written By:
Subscribe to Oneindia News

રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બની રહેલી બોયપિક ફિલ્મ 'દત્ત' 2017માં રિલિઝ થવાની છે. અભિનેતા સંજય દત્તની લાઇફ સ્ટોરી પર બની રહેલી આ ફિલ્મમાં રણબીર કપૂર મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે.

અહીં વાંચો - ઘર છોડી ગોરેગાંવ રહેવા પહોંચી દિપીકા, રણવીર પણ જલ્દી જ પહોંચશે!

sanjay dutt

હાલમાં જ આ ફિલ્મ અંગે વાત કરતા સંજય દત્તે જણાવ્યું હતું કે, 'મારી લાઇફ ખરેખર ખૂબ ઇન્ટરેસ્ટિંગ હોવી જોઇએ કે જે રાજુ હિરાની જેવા ડિરેક્ટરના પસંદ આવી અને તેમણે એને આધારે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. આ ફિલ્મમાં રણબીર કપૂર મારું પાત્ર ભજવી રહ્યાં છે અને તેમની હાલત ખૂબ ખરાબ છે. તેઓ રોજ મને ફોન કરે છે. તેઓ થોડા દિવસ મારી સાથે રહેવા માંગે છે, પરંતુ હું અડધા કલાકથી વધારે કોઇની સાથે રહી નથી શકતો. હું રણબીરને ઇગ્નોર કરવાની કોશિશ કરી રહ્યો છું. રણબીર ઘણા સારા એક્ટર છે, પરંતુ આ પાત્ર ભજવવું તેમના માટે ખૂબ કઠણ છે.'

અહીં વાંચો- લિંકઅપની અફવાઓથી મને કંઇ ફરક નથી પડતો: દિશા પટાણી

સૂત્રોની જાણકારી અનુસાર સંજય દત્ત ઇચ્છે છે કે,રણબીર કપૂર આ પાત્ર માટે થોડી બોડી બનાવે અને થોડા વધુ માચો દેખાય. રણબીર પણ પોતાના પાત્ર માટે ખૂબ મહેનત કરી રહ્યાં છે. આશા રાખીએ કે રણબીર કપૂર રાજકુમાર હિરાની અને સંજય દત્તને નિરાશ ન કરે.

English summary
Ranbir calls me every day, it is a difficult role for him to play says Sanjay Dutt on his biopic.
Please Wait while comments are loading...