MovieReview: આમિર અને તેની છોરીઓની પ્રેરણાત્મક સ્ટોરી છે દંગલ

Written By:
Subscribe to Oneindia News

કાસ્ટઃ આમિર ખાન, સાક્ષી તન્વર, ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા, ઝાયરા વસીમ, સુહાની ભટનાગર, ગિરિશ કુલકર્ણી

ડિરેક્ટરઃ નિતેષ તિવારી

પ્રોડ્યૂસરઃ આમિર ખાન, કિરણ રાઓ, સિદ્ધાર્થ રોય કપૂર

લેખકઃ નિતેશ તિવારી, પિયૂષ ગુપ્તા, શ્રેયસ જૈન, નિખિલ મલ્હોત્રા

શું છે મજેદાર?
ઉત્કૃષ્ટ અભિનય, બ્રિલિયન્ટ ડિરેક્શન, સુંદર લેખન, જકડી રાખતા રેસલિંગ સિક્વન્સિસ

સાક્ષી તન્વરનો રોલ વધુ સારો થઇ શક્યો હોત.
ઇન્ટરવલ સિવાય તમે પોપકોર્ન લેવા ઊઠી નહીં શકો.

પ્લોટ

પ્લોટ

ભૂતપૂર્વ ઇન્ડિયન રેસલર મહાવીર ફોગટ(આમિર ખાન)ને પુત્રની ઇચ્છા હોય છે, જે ઇન્ટરનેશનલ લેવલ પર ભારત તરફથી રેસલિંગ કરે અને ગોલ્ડ મેડલ જીતીને લાવે. પરંતુ, ઇશ્વરની યોજના કંઇક અલગ હોય છે, ચોથી વાર પણ તેને ત્યાં બાળકી જન્મ લે છે.
નિરાશ થઇને મહાવીર પોતાના વર્ષો જૂના સપનાને ગૂડ બાય કહેવાની તૈયારીમાં જ હોય છે, ત્યાં અચાનક તેની મોટી થતી બે છોકરીઓની એક હરકતથી તેની આંખ ખુલી જાય છે. આમિરની બંન્ને છોરીઓ ગીતા(ઝાયરા વસીમ) અને બબિતા(સુહાની ભટનાગર) પાડોશના છોકરાની પિટાઇ કરે છે, કારણ કે આ છોકરાઓ તેમની પર બેઢંગી કોમેન્ટ પાસ કરે છે.
આ ઘટનાથી આમિરની આંખ ખુલી જાય છે અને તેને અચાનક જ રિયલાઇઝ થાય છે, 'ગોલ્ડ તો ગોલ્ડ હોતા હે, છોરા લાવે યા છોરી'. આ વાતનું ભાન થતાં જ તે પોતાની પત્ની આગળ ગર્વીલા પિતાની માફક બડાઇ હાંકે છે, 'મારી છોરીયાં છોરોં સે કમ હે ક્યા.'
પરંતુ, 'મેડલ પેડ પે નહીં ઉગતે..ઉન્હેં બનાના પડતા હે..પ્યાર સે, મેહનત સે, લગન સે.' બસ પછી દંગલની ખરી કહાણી શરૂ થાય છે, બે એવી દિકરીઓની સફર જે ઇચ્છા-અનિચ્છા સાથે પોતાના બાપુનું સપનું પૂરું કરવા માટે મહેનત કરી છે, જે સોસાયટીના પ્રેજ્યૂડિસ સામે લડીને રેસલિંગ જેવું સ્પોર્ટ સ્વીકારે છે અને એમાં મહારત મેળવે છે. જો કે, આ સફર એટલી સહેલી પણ નથી જેટલી સાંભળવામાં લાગે છે, પરંતુ જોવામાં ઇન્ટરેસ્ટિંગ ચોક્કસ છે.

ડિરેક્શન

ડિરેક્શન

નિતેષ તિવારીની 'દંગલ' રેસલિંગની થીમ પર આધારિત વાર્તા છે અને આ વર્ષે આવેલી 'સુલતાન' પણ એ જ થિમ પર બની હતી. પરંતુ આ સિવાય આ બંન્ને ફિલ્મમાં કોઇ સામ્યતા નથી. 'સુલતાન' ગમે તેમ પણ છેલ્લે એક લવ-સ્ટોરી હતી, જ્યારે 'દંગલ' સત્યઘટના પર આધારિત બે છોકરીઓ અને તેના પિતાની મહેનત અને સંઘર્ષની કહાણી છે. આ બંન્ને ફિલ્મોની ટ્રીટમેન્ટ સાવ અલગ છે.
નિતેષ તિવારીએ આ પહેલાં 'ચિલ્લર પાર્ટી' અને 'ભૂતનાથ રિટર્ન્સ' જેવી ફિલ્મો આપી છે. 'ચિલ્લર પાર્ટી' લોકોને ખાસી પસંદ આવી હતી, જ્યારે 'ભૂતનાથ'ની સિક્વલ ક્યારે આવી અને ક્યારે ગઇ એ ખબર જ નથી પડી. જો કે, આ ફિલ્મ માટે ડિરેક્ટરને ખરેખર શાબાશી આપવી ઘટે. ફિલ્મમાં વાર્તા અને સત્યઘટના વચ્ચેનું બેલેન્સ ખૂબ સજાગતા સાથે સાચવવામાં આવ્યું છે. ફિલ્મ ક્યાંય જરાય નબળી પડતી નહીં લાગે.
'દંગલ'ની કથા ઇન્ટેન્સ છે, પરંતુ સાથે જ તેમાં જરૂરી માત્રામાં હ્યુમર પણ ઉમેરવામાં આવ્યું છે. રેસલિંગના સિન ખૂબ સરસ રીતે કોરિયોગ્રાફ થયા છે. ડિરેક્ટરની સ્ટોરી ટેલિંગની કળાને સલામ છે, ફિલ્મની અમુક વ્યંગાત્મક છતાં પ્રેરણાત્મક લાઇન્સ તમે ખૂબ એન્જોય કરશો.

એક્ટિંગ

એક્ટિંગ

આમિર ખાનને બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવામાં આવે છે અને આ અંગે જો કોઇને હજુ પણ ડાઉટ હોય તો તેણે દંગલ જોવી. એક બાજુ જ્યાં મોટા ભાગના બોલિવૂડ એક્ટર્સ પોતાના લૂક્સને લઇને ખૂબ કન્સર્ન હોય છે, ત્યાં બીજી બાજુ આ ફિલ્મમાં આમિર ખાન અડધો ઉપરનો સમય પોતાની મોટી ફાંદ અને સફેદ દાઢીમાં ફરતો દેખાય છે. ફિલ્મમાં તમે આમિર ખાનને નહીં, ભૂતપૂર્વ રેસલર જ જોવા મળશે.
આ ફિલ્મમાં ઘમા એવા સિન છે જ્યાં આમિરે પોતાના હાથમાંથી સિન છટકી જવા દઇને બંન્ને છઓકરીઓને ફોકસ આપ્યું છે અને આમ છતાં ફિલ્મમાં આમિર પોતાની અસર ઊભી કરવામાં અને તેને જાળવી રાખવામાં સફળ થયો છે. ઝાયરા વસીમ અને સુહાની ભટનાગરની એક્ટિંગ સુપર બ્રિલિયન્ટ છે. ફાતિમા સના શેખ, જે યંગ બબિતાનો રોલ પ્લે કરી રહી છે, તેની એક્ટિંગ ઘણી રિયાલિસ્ટિક અને વખાણવાલાયક છે. સાન્યા મલ્હોત્રાનો રોલ ફાતિમા જેટલો મોટો ન હોવા છતાં પણ તે ફિલ્મમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થઇ છે.
સપોર્ટિંગ એક્ટ્રેસ તરીકે સાક્ષીની એક્ટિંગ પણ ઘણી સારી છે, પરંતુ તેના રોલને વધુ મહત્વ આપી શકાયું હોત.

ટેક્નિકલ આસ્પેક્ટ

ટેક્નિકલ આસ્પેક્ટ

શરૂઆતથી જ ફિલ્મની વાર્તા તમને જકડી રાખશે. બલ્લુ સાલુજાનું શાર્પ એડિટિંગ ફિલ્મને વધુ મજેદાર બનાવે છે, 160 મિનિટની ફિલ્મ હોવા છતાં ફિલ્મ તમને લાંબી કે બોરિંગ નહીં લાગે. સેથૂ શ્રીરામની કોરિયોગ્રાફી પણ ખૂબ સુંદર છે, તેણે વાર્તાને એક અલગ ટચ આપ્યો છે.

સંગીત

સંગીત

સોન્ગ 'હાનિકારક બાપૂ' તેના મજેદાર અને ફંકી લિરિક્સને કારણે સાંભળવું ગમે એવું છે. 'ધાકડ' અને 'દંગલ'નું ટાઇટલ સોન્ગ ધમાકેદાર ગીતોની કમી પૂરી કરે છે. અન્ય ગીતો એટલા ધ્યાન ખેંચે એવા નથી.

જોવી કે નહીં?

જોવી કે નહીં?

આમિર ખાનની આ લેટેસ્ટ ફિલ્મ તમને બિલકુલ નિરાશ નહીં કરે. પર્ફોમન્સ, ડિરેક્શન, વાર્તા તમને સિટ પર જકડી રાખવા માટે પૂરતાં છે.

English summary
Dangal movie review is here. Directed by Nitesh Tiwari featuring Aamir Khan, read on to know how the movie is!
Please Wait while comments are loading...