Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઘરે પહોંચી ઇમરાન-અવંતિકાની ક્યૂટ બૅબી : જુઓ પહેલી તસવીરો

મુંબઈ, 13 જૂન : બૉલીવુડ અભિનેતા ઇમરાન ખાન અને અવંતિકા મલિક ગત 9મી જૂને મમ્મી-પપ્પા બની ગયાં છે. અવંતિકાએ એક ક્યૂટ દીકરીને જન્મ આપ્યો છે. ગઈકાલે જ ઇમરાન-અવંતિકાની ક્યૂટ બૅબીની પહેલી તસવીરો બહાર આવી છે.

સૌ જાણે છે કે ઇમરાન ખાન માત્ર બૉલીવુડ અભિનેતા જ નથી, પણ મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનના ભત્રીજા પણ છે. તાજેતરમાં જ અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમની યોજાઈ હતી અને તેમાં આમિર ખાનનો પરિવાર હાજર રહ્યો. મહત્વની બાબત એ હતી કે અવંતિકાની બૅબી શૉવર સેરેમનીમાં આમિર ખાન તો તેમના પત્ની કિરણ રાવ સાથે આ સેરેમનીમાં પહોંચ્યા જ હતાં, પરંતુ આમિર-કિરણ ઉપરાંત આમિરના ભૂતપૂર્વ પત્ની રીના દત્તા પણ પુત્રી ઇરા ખાન સાથે હાજર રહ્યા હતાં. આ સેરેમનીમાં આમિરના પત્ની કિરણ રાવ પુત્ર આઝાદ ખાન સાથે પહોંચ્યા હતાં. આમ જોવા જઇએ તો સમગ્ર આમિર પરિવાર આ સેરેમનીમાં સામેલ થયો હતો.

ચાલો જોઇએ ઇમરાન-અવંતિકાની દીકરીની પહેલી તસવીરો :

રોમાંચિત છે ઇમરાન

રોમાંચિત છે ઇમરાન

પિતા બનતા ઇમરાન ખાન ખૂબ જ રોમાંચિત લાગે છે. તેઓ દીકરીનો ચહેરો રોમાંચિત થઈ જોઈ રહ્યાં છે.

9મી જૂને જન્મ

9મી જૂને જન્મ

ઇમરાનના પત્ની અવંતિકા મલિકે ગત 9મી જૂને દીકરીને જન્મ આપ્યો હતો.

હૉસ્પિટલમાંથી રજા

હૉસ્પિટલમાંથી રજા

અવંતિકાની ડિલીવરી એકદમ નૉર્મલ રહી અને હવે તેમને હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ છે.

ઘરે પહોંચી દીકરી

ઘરે પહોંચી દીકરી

ઇમરાન અને અવંતિકાની દીકરી હવે ઘરે પહોંચી ગઈ છે.

બૅબી શૉવર સેરેમની

બૅબી શૉવર સેરેમની

અવંતિકા મલિકની બૅબી શૉવર સેરેમની ગત એપ્રિલમાં યોજાઈ હતી.

આમિર પરિવાર હાજર

આમિર પરિવાર હાજર

બૅબી શૉવર સેરેમનીમાં આખો આમિર પરિવાર હાજર રહ્યો હતો કે જેમાં આમિરના પહેલા પત્ની રીના દત્ત તથા પુત્રી ઇરાનો પણ સમાવેશ થતો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X