For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Flashback 2022: આ વર્ષે ખરાબ રીતે ફ્લોપ રહી આ બોલિવૂડ ફિલ્મો, આ સ્ટાર પણ ફ્લોપ રહ્યા

આ વર્ષે બોલિવૂડમાં મોટા સ્ટાર બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થયા છે. અક્ષય કુમારથી લઈને આમીર ખાનની ફિલ્મો નિષ્ફળ રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

2022નું વર્ષ પુરુ થવામાં છે. સતત બે વર્ષ કોરોના બાદ 2022નું વર્ષ બોલિવૂડ માટે ઠીકઠાક રહ્યું છે. આ વર્ષે બે વર્ષના લાંબા ગાળા બાદ ફિલ્મો રિલિઝ થઈ. જો કે આ વર્ષે ઘણી મોટી ફિલ્મો રિલિઝ થઈ પરંતુ બોક્સ ઓફિસ પર ઉંઘા માટે પટકાઈ. દર્શકોએ તેને જાકારો આપ્યો. આજે આપણે આવી જ ફિલ્મો વિશે વાત કરવાના છીએ.

જયેશભાઈ જોરદાર

જયેશભાઈ જોરદાર

13 મે 2022ના રોજ સિનેમાધરોમાં આવેલી જયેશભાઈ જોરદાર નામ પ્રમાણે જોરદાર સાબિત ન થઈ. સતત પ્રમોશન અને સોશિયલ મીડિયા પર ધુમ હોવા છત્તા પણ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ. આ ફિલ્મમાં રણવીર કપૂર સાથે સાઉથની અભિનેત્રી શાલિની પાંડે જોવા મળી હતી.

સમ્રાટ પૃથ્વીરાજ

સમ્રાટ પૃથ્વીરાજ

3 જૂન 2022ના રોજ આવેલી મિસ વર્લ્ડ માનુષી સિલ્લરની ડેબ્યૂ ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ પણ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહીં. 175 કરોડના બજેટ વાળી અક્ષય કુમાર અને માનુષીની આ ફિલ્મ ચર્ચા પ્રમાણે કંઈ ખાસ કમાલ કરી શકી નહીં.

શમસેરા

શમસેરા

4 વર્ષના લાંબા ગાળા બાદ રણબીર કપૂર ફિલ્મ શરમેરામાં જોવા મળ્યો હતો. 22 જુલાઈ 2022ના રોજ સિનેમાધરોમાં રિલિઝ રિલિઝ થયેલી શમસેરામાં રણબીર કપૂર સાથે વાણી કપૂર અને સંજય દત્ત જોવા મળ્યા હતા. આ ફિલ્મ પણ ફ્લોપ સાબિત થઈ હતી.

લાલ સિંહ ચઢ્ઢા

લાલ સિંહ ચઢ્ઢા

11 ઓગસ્ટ 2022ના રોજ સિનેમાધરોમાં આવેલી લાલ સિંહ ચઢ્ઢા પણ ફ્લોપ સાબિત થઈ હતી. આમીર ખાનની બહુચર્ચિત અને લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા દર્શકોને પસંદ આવી નહીં અને ફ્લોપ સાબિત થઈ.

ધાકડ

ધાકડ

પોતાના નિવેદનો માટે વિવાદમાં રહેનારી કંગના નાણાવત માટે પણ 2022નું વર્ષ સારૂ નથી રહ્યું. આ વર્ષે આવેલી તેની ફિલ્મ ધાકડ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. 20 મે 2022ના રોજ સિનેમાધરોમાં આવેલી 85 કરોડમાં બનેલી ઘાકડ ફ્લોપ સાબિત થઈ.

વિક્રમ-વેધા

વિક્રમ-વેધા

રિતિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ વિક્રમ-વેધાની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. જોકે ફિલ્મ ચર્ચા મુજબ કંઈ ખાસ સાબિત થઈ નહીં અને આવી એવી ઉતરી ગઈ. 100 કરોડના બજેટમાં બનેલી અને 30 સપ્ટેમ્બરે રિલિઝ થયેલી ધાકડ ફ્લોપ સાબિત થઈ.

ફોન ભૂત

ફોન ભૂત

હાલમાં જ સિનેમાધરોમાં આવેલી ફોન ભૂત ક્યારે આવી અને ક્યારે ગઈ તેની કોઈને ખબર પડી નથી. કૈટરીના કૈફ, ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી સ્ટારર આ ફિલ્મ એક હોરર કોમેડી ફિલ્મ હતી અને 4 નવેમ્બરે રિલિઝ થઈ હતી. 80 કરોડમાં બનેલી આ ફિલ્મ દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી.

English summary
Flashback 2022: These Bollywood films flopped badly this year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X