ઘોડે ચઢતા જ સફળતા નહોતી મળી આ સ્ટાર્સને!

મુંબઈ, 21 મે : કેટલીક બૉલીવુડ સેલિબ્રિટીઓએ પુરવાર કર્યું છે કે નિષ્ફળતા સફળતાની ચાવી છે. આશ્ચર્ય થયું ને? બૉલીવુડમાં મોટા-મોટા સપનાઓ સાથે કૅરિયર શરૂ કરનાર મોટાભાગના લોકો પોતાની પ્રથમ ફિલ્મ દ્વારા દર્શકોને ઇમ્પ્રેસ નથી કરી શકતાં.

આમાં સૌથી પહેલું નામ લઈ શકાય અમિતાભ બચ્ચનનું. અમિતાભ બચ્ચન આજે બૉલીવુડના મહાનાયક, સદીના મહાનાયક અને સુપરસ્ટાર કહેવાય છે, પરંતુ તેમની પ્રથમ ફિલ્મ સાત હિન્દુસ્તાની જોયા બાદ કોણ કહી શક્યું હોત કે આ કલાકાર એક દિવસ બૉલીવુડમાં ટોચે હશે. તેવી જ રીતે ડાન્સિંગ ક્વીન ગણાતા માધુરી દીક્ષિતની પહેલી ફિલ્મ અબોધ ફ્લૉપ હતી અને તે જ માધુરી આજે બૉલીવુડ દિવા છે.

આજના મોટાભાગના ડેબ્યુટંટ્સ સાથે પણ કંઇક આવુ જ બન્યું છે. તેમાં રણબીર કપૂર પણ છે કે જેમની પ્રથમ ફિલ્મ સાવરિયા ફ્લૉપ હતી, તો સોનમ કપૂરની પણ આ પહેલી જ ફિલ્મ હતી. ખાન્સ તરફ વળીએ, તો સલમાન ખાનની પ્રથમ ફિલ્મ બીવી હો તો ઐસી પણ સુપર ફ્લૉપ ફિલ્મ જ હતી અને તે જ સલમાન ખાન આજે બૉલીવુડના દબંગ કહેવાય છે.

ચાલો સ્લાઇડર સાથે જાણીએ એવા જ કેટલાંક ફર્સ્ટ ફિલ્મ ફ્લૉપ સ્ટાર્સ :

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

ઘણા લોકો એ જ સમજે છે કે અમિતાભ બચ્ચનની પહેલી ફિલ્મ ઝંજીર હતી, પરંતુ અમિતાભની પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાની હતી. આ ફિલ્મ ફ્લૉપ રહી હતી અને કદાચ અમિતાભે આ નિષ્ફળતા બાદ એક્ટિંગ પણ છોડી દેવાનું નક્કી કરી લીધુ હતું. જોકે અમિતાભે પછી એક્ટિંગ ચાલુ રાખી અને તેમને ઝંજીર જેવી ફિલ્મ મળી કે જેના દ્વારા તેઓ સુપરસ્ટાર બની ગયાં.

સલમાન ખાન

સલમાન ખાન

બીવી હો તો ઐસી ફિલ્મ દ્વારા ફ્લૉપ એન્ટ્રી કરનાર સલમાન ખાન આજે બૉલીવુડના દબંગ છે. તેમની પ્રથમ સુપરહિટ ફિલ્મ હતી મૈંને પ્યાર કિયા અને તેઓ પ્રેમથી શરુઆત કરી આજે દબંગ બની ચુક્યાં છે.

રણબીર કપૂર

રણબીર કપૂર

રણબીર કપૂરે સાવરિયા જેવી ફ્લૉપ ફિલ્મથી બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું, પરંતુ આજે તેઓ સ્ટાર છે અને તેમના નામે રૉકસ્ટાર, બર્ફી, યે જવાની હૈ દીવાની જેવી સફળ ફિલ્મો બોલાય છે.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

કૅટરીના કૈફે બૉલીવુડમાં વિવાદાસ્પદ ફિલ્મ બૂમ સાથે પ્રવેશ કર્યો હતો કે જે ફ્લૉપ રહી હતી, પરંતુ સલમાન ખાને આ જાજરમાન અભિનેત્રીને મૈંને પ્યાર ક્યોં કિયા દ્વારા રિ-લૉન્ચ કરી અને આજે કૅટ બૉલીવુડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે.

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂરની પ્રથમ ફિલ્મ રિફ્યુજી હતી. જે પી દત્તાની ફિલ્મ દ્વારા ડેબ્યુ કર્યા છતા કરીનાએ નિષ્ફળતા વહોરવી પડી, પરંતુ આજે કરીના એક સ્થાપિત અભિનેત્રી બની ચુક્યાં છે.

સોનમ કપૂર

સોનમ કપૂર

અનિલ કપૂરની દીકરી સોનમ કપૂરે પણ રણબીર સાથે સાવરિયા ફિલ્મ દ્વારા ફ્લૉપ એન્ટ્રી કરી હતી અને લાંબી નિષ્ફળતાઓ બાદ સોનમના નામે આજે રાંઝણા અને ભાગ મિલ્ખા ભાગ જેવી હિટ ફિલ્મો બોલાય છે.

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત

બૉલીવુડના ડાન્સિંગ ક્વીન ગણાતા માધુરી દીક્ષિતની પહેલી ફિલ્મ 90ના દાયકામાં અબોધ આવી હતી કે જે ફ્લૉપ રહી હતી, પરંતુ તેઝાબે માધુરીને સુપર હિટ બનાવી અને માધુરી આજે પણ બૉલીવુડમાં સક્રિય છે.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

પરમ્પરા જેવી ફ્લૉપ ફિલ્મ દ્વારા બૉલીવુડ એન્ટ્રી કરનાર સૈફ અલી ખાન વિશે કહેવાતુ કે તેઓ લાંબા નહીં ચાલી શકે, પણ પછી યે હૈ દિલ્લગીએ તેમનું કૅરિયર સફળતાના પાટે ચઢાવ્યું.

રાણી મુખર્જી

રાણી મુખર્જી

હા જી, કુછ કુછ હોતા હૈની ટીના મલ્હોત્રા અને બ્લૅકની મિશેલ મૅકનૅલીની પહેલી ફિલ્મ રાજા કી આયેગી બારાત સુપર ફ્લૉપ રહી હતી, પરંતુ કુછ કુછ હોતા હૈ દ્વારા પાસુ પલટાઈ ગયું અને સાથિયાએ તો કૅરિયરને ટ્રૅક ઉપર લાવી દીધી.

આદિત્ય રૉય કપૂર

આદિત્ય રૉય કપૂર

વિદ્યા બાલનના દીયર આદિત્ય રૉય કપૂરને આજે લોકો આશિકી 2 ફિલ્મ દ્વારા ઓળખતા થયા છે, પરંતુ આદિત્યની પહેલી ફિલ્મ લંડન ડ્રીમ્સ ફ્લૉપ હતી. તેમણે રિપ્લે અને ગુઝારિશ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું, પરંતુ નોંધ ન લેવાઈ. આશિકી 2એ આદિત્યને જાણીતા કર્યાં.

ઇમરાન હાશમી

ઇમરાન હાશમી

ઇમરાન હાશમી સીરિયલ કિસર ગણાય છે, પરંતુ તેમની પ્રથમ ફિલ્મ ફુટપાથ ફ્લૉપ રહી હતી. ઇમરાનને ઓળખ અપાવી મર્ડર ફિલ્મે.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂરને પણ લોકો આશિકી 2 દ્વારા જાણતા થયાં. ઘણાને લાગતું હશે કે આશિકી 2 જ શ્રદ્ધાની પહેલી ફિલ્મ છે, પરંતુ શ્રદ્ધાએ બૉલીવુડમાં 2010માં જ તીન પત્તી દ્વારા એન્ટ્રી કરી લીધી હતી કે જે ફ્લૉપ રહી હતી. તે પછી તો શ્રદ્ધા લવ કા ધ એન્ડ અને ગોરી તેરે પ્યાર મેં પણ દેખાયા હતાં, પરંતુ આશિકી 2એ તેમને ઓળખ અપાવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X