For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Box Office: આ છે 2013ની ટૉપ ફ્લોપ ફિલ્મો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બૉક્સ ઓફિસ પર પહેલાં મોટા સ્ટાર અને ખાનોનું રાજ ચાલતું હતું પરંતું શાહરુખ-સલમાન અથવા આમિર ખાન હોય તો ફિલ્મ હિટ છે. ફિલ્મ હિટ ન થાય તો કમ સે કમ એવરેજ કમાણી તો કરી લેતી હતી. પરંતુ હવે દર્શકોનો ટેસ્ટ બદલાઇ રહ્યો છે અને તેમને કઇ ફિલ્મ પસંદ આવશે અને કઇ નહી આવી એ કોઇને ખબર નથી. આજે નવા એક્ટર અને હિરોઇનોની ફિલ્મ પણ દર્શકોને વધુ પસંદ આવે છે અને તે હિટ પણ થઇ જાય છે. તો બીજી તરફ મોટા કલાકારોની ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર પછડાટ ખાઇ જાય છે. વર્ષ 2013માં કંઇક એવું જ જોવા મળ્યું. અજય દેવગણ, અક્ષય કુમાર, ઇરફાન ખાન, ઋષિ કપૂર, કરીના કપૂર જેવા મોટા દિગ્ગજોની ફિલ્મ બોક્સ ઓફિસ પર ઉંધા ભોડે પટકાઇ ગઇ. બીજી તરફ નવા નવા કલાકારો જેમ કે રાજ કુમાર યાદવ, અમિત સાધની કાઇ પો છે જેવી સાદી ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઇ.

બોક્સ ઓફિસની ગેમ બદલાઇ ગઇ છે. આજે મોટા સ્ટારને નહી પરંતુ લોકો સારી કહાણી અને સારી એક્ટિંગ પરફોર્મંસને જોતાં ફિલ્મ જોવા માટે જાય છે. એ તો સાચી વાત છે કે આજે પણ બૉલીવુડના ત્રણ સ્ટાર પોતાના સ્થાન પર ટકેલા છે અને તેમની ફિલ્મોને ફ્લોપ તો ના કહી શકાય. પરંતુ એમ કહેવું ખોટું હશે નહી કે આ દિગ્ગજોની ફિલ્મો જોવા જતી વખતે દર્શકોના દિલમાં એક આશા હોય છે કે ફિલ્મમાં કંઇક નવું અને રસપ્રદ હશે. એક્શન અને કોમેડી આજે પણ દર્શકોને સિનેમાહોલ સુધી ખેંચી લઇ જવામાં સૌથી કારગર છે પરંતુ નબળી પ્રેમકથા દર્શકોને પસંદ નથી.

આમ તો ફિલ્મોની કમાણી પહેલાંની તુલનામાં ઘણી વધી ગઇ છે. પરંતુ ક્યાંક ને ક્યાં ફિલ્મોનું વધતું જતું બજેટ ફિલ્મો વધુ ફ્લોપ થવાનું કારણ છે. આવો જોઇએ કે વર્ષ 2013માં કઇ કઇ ફિલ્મો બોક્સ ઓફિસ પર પછડાઇ હતી.

ઇંકાર

ઇંકાર

ચિત્રાંગદા અને અર્જુન રામપાલની ફિલ્મ ઇંકાર એક વર્કિંગ વુમનની સાથે ઓફિસમાં બોસ દ્વારા શારીરિક ત્રાસ પર આધારિત હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પહેલા6 જ દિવસે દમ તોડી દિધો હતો.

ડેવિડ

ડેવિડ

નીલ નિતિન મુકેશની ફિલ્મ ડેવિડમાં નીલ નિતિન મુકેશની એક્ટિંગની ઘણી પ્રશંસા થઇ. પરંતુ જ્યાં સુધી ફિલ્મની વાત કરીએ તો ફિલ્મ દર્શકોને કંઇ ખાસ પસંદ ન આવી.

જયંતાબાઇ કી લવસ્ટોરી

જયંતાબાઇ કી લવસ્ટોરી

વિવેક ઓબેરોય અને નેહા શર્માની ફિલ્મ જયંતાબાઇની લવ સ્ટોરી એક રોમેન્ટિક કોમેડી હતી. ફિલ્મનો પ્લોટ રસપ્રદ હતો પરંતુ ફિલ્મ લોકોને પસંદ ન આવી.

જિલા ગાજિયાબાદ

જિલા ગાજિયાબાદ

અરશદ વારસી, વિવેક ઓબેરોય, પરેશ રાવલ અને સંજય દત્તની ફિલ્મ જિલા ગાજિયાબાદ પણ આ વર્ષની ફ્લોપ ફિલ્મોમાંની એક છે.

આઇ મી ઔર મેં

આઇ મી ઔર મેં

જોન અબ્રાહમ, ચિત્રાંગદા અને પ્રાચી દેસાઇની ફિલ્મ આઇ મી અને મૈં એક એવા છોકરાની કહાણી હતી જો પ્રેમને રમ ત સમજે છે અને ફક્ત પોતાને જ પ્રેમ કરે છે. ફિલ્મને દર્શકોનો પ્રેમ બિલકુલ ન મળ્યો.

ધ એટેક ઓફ 26/11

ધ એટેક ઓફ 26/11

મુંબઇમાં 2011માં થયેલા હુમલા પર આધારિત ફિલ્મ ધ એટેક ઓફ 26/11 રામ ગોપાલ વર્માની સૌથી વધુ ચર્ચિત ફિલ્મ હતી. જો કે ફિલ્મમાં રામ ગોપાલ વર્માના નિર્દેશનની ઘણી પ્રશંસા થઇ પરંતુ લોકોને ફિલ્મ કંઇ ખાસ પસંદ ન આવી.

3જી

3જી

નીલ નિતિન મુકેશ અને સોનલ ચૌહાણને સસ્પેંસ થ્રિલર ફિલ્મ 3જી પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ. જો કે ફિલ્મ એકદમ નવી હતી અને ટેક્નિકલ રીતે ફિલ્મના ઘણા વખાણ થયા હતા.

મેરે ડેડ કી મારૂતિ

મેરે ડેડ કી મારૂતિ

જૂહી ચાવલાના પ્રોડક્શન હાઉસ દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ મેરે ડેડ કી મારૂતિ બોક્સ ઓફિસ પર ક્યારે આવી અને ક્યારે જતી રહી કોઇને ખબર ન પડી.

રંગરેજ

રંગરેજ

જૈકી ભગનાની, પ્રિયા આનંદ અને રાજપાલ યાદવની ફિલ્મ રંગરેજ પણ બોક્સ ઓફિસ પર ડિસાસ્ટર સાબિત થઇ.

હિંમતવાલા

હિંમતવાલા

જીતેન્દ્ર અને શ્રીદેવની સુપર હિટ ફિલ્મ હિંમતવાલાની રીમેક હિંમતવાલા ઘણી મહેનત સાથે સાજીદ ખાને બનાવી હતી. ફિલ્મમાં તેમને અજય દેવગણ અને તમન્નાને કાસ્ટ કર્યા. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એકદમ ખરાબ રીતે પછડાઇ ગઇ.

પોલીસગીરી

પોલીસગીરી

સંજય દત્તના જેલમાં ગયા બાદ તેમની ફિલ્મ પોલીસગીરી રિલીઝ થઇ. બધા લોકોને સંજય દત્તના લીધે લોકો ફિલ્મ જોવા જશે. પરંતુ અફસોસ ફિલ્મ મોટા બજેટના લીધે ફિલ્મ એવરેજ કમાણી કરવામાં પણ નિષ્ફળ રહી.

નશા

નશા

ટ્વિટર ક્વીન પૂનમ પાંડેની પ્રથમ બૉલીવુડ ફિલ્મ નશા બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પછડાઇ. ફિલ્મને જોવા પૂનમ પાંડેના ફેન્સ જરૂર ગયા પરંતુ મલ્ટિપ્લેક્સેસમાં કોઇ તાકવા પણ ન આવ્યું.

ઇશક

ઇશક

જૈકી ભગનાનીની જ ફિલ્મ ઇશક ઇમોશનલ ફિલ્મ હતી. ફિલ્મમાં કલાકારોની એક્ટિંગ બધાને પસંદ આવી. પરંતુ ફિલ્મની સ્ટોરીલાઇન એકદમ જ બોરીંગ હતી.

બજાતે રહો

બજાતે રહો

તુષાર કપૂર, વિનય પાઠક, વિનય શોરે, વિશાખા સિંહ, રવિ કિશનમ ડૉલી આહલૂવાલિયા જેવા કોમેડી સ્ટારથી ભરપૂર ફિલ્મ બજાતે રહો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પછડાઇ હતી.

જંજીર

જંજીર

અમિતાભ બચ્ચનની હિટ ફિલ્મ જંજીરની રીમેક સાઉથના સુપરસ્ટાર રામ ચરણ તેજા અને બૉલીવુડની સુંદર અભિનેત્રી પ્રિયંકા ચોપડાને લઇને બનાવવામાં આવી. પરંતુ તેમછતાં ફિલ્મને બોક્સ ઓફિસ રિસ્પોન્સને કોઇ સુધારો જોવા મળ્યો નહી.

જૉન ડે

જૉન ડે

નસરૂદ્દીન શાહ, રણદીપ હુડ્ડાની ફિલ્મ જૉન ડે એક બોક્સ ઓફિસ ડિસાસ્ટર સાબિત થઇ. ફિલ્મે મહામુસિબતે 2-2.5 કરોડ રૂપિયાની કમાણી કરી.

હૉરર સ્ટોરી

હૉરર સ્ટોરી

કરણ કુંદ્રા, નંદિની વૈદ, નિશાંત મલકાની જેવી નવા કલાકારોથી સજેલી હૉરર સ્ટોરી ફિલ્મને બોક્સ ઓફિસ પર એકદમ ખરાબ રિસ્પોન્સ મળ્યો હતો.

ફટા પોસ્ટર નિકલા હીરો

ફટા પોસ્ટર નિકલા હીરો

શાહિદ કપૂરની ફિલ્મ ફટા પોસ્ટર નિકલા હીરોથી શાહીદે પોતાના એક નવા રૂપમાં બૉલીવુડમાં એન્ટ્રી કરી. પરંતુ તેમનું આ રૂપ લોકોને પસંદ ન આવ્યું અને ફિલ્મ ફ્લોપ થઇ ગઇ.

વૉર્નિંગ 3ડી

વૉર્નિંગ 3ડી

સંતોષ બરમોલા, સુજાન રોડ્રિગ્સ, મંજારી ફેડનિસ અને વરૂણ શર્માની ફિલ્મ વૉર્નિંગ 3ડી બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી. ગુરમીત સિંહે ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. ફિલ્મમાં અંડર વૉટર સીક્વવેન્સ ઘણા હતા.

બેશરમ

બેશરમ

રણબીર કપૂરના આખા પરિવારે આ વર્ષે અનુરાગ કશ્યપની સાથે મળીને એક સાથે ફિલ્મમાં પોતાની હાજરી નોંધાવી. પરંતુ આખા પરિવારની સૌથી મોટી ભૂલ બની ગઇ અને ફિલ્મે બોક્સ ઓફિસ પર થોડા દિવસોમાં દમ તોડી દિધો.

વૉર છોડ ના યાર

વૉર છોડ ના યાર

સોહા અલી ખાન, શરમન જોશી અને જાવેદ જાફરીની ફિલ્મ વૉર છોડ ના યાર પણ વર્ષ 2013ની સૌથી ફ્લોપ ફિલ્મમાંની એક રહી.

બૉસ

બૉસ

અક્ષય કુમારની હોમ પ્રોડક્શનના અંડરમાં બનેલી ફિલ્મ બૉસ જેમાં અક્ષય કુમારે નવા એક્ટર શિવ પંડિતને ચાન્સ આપ્યો તે પણ બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ કરી શકી નહી. જો કે અક્ષય કુમાર હોવાથી ફિલ્મે થોડી કમાણી કરી લીધી.

સત્યા 2

સત્યા 2

રામૂની હિટ ફિલ્મ સત્યાનું સીક્વલ સત્યા 2 બોક્સ ઓફિસ પર ઉંધા ભોંડે પકડાઇ. જો કે સત્યા 2માં પણ નવા કલાકારોને લીધા હતા પરંતુ સત્યાએ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી.

રજ્જો

રજ્જો

કંગના રણાવતની ફિલ્મ રજ્જો પણ બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઇ. આ વર્ષની સૌથી બેકાર ફિલ્મોમાં રજ્જોનો પણ સમાવેશ થાય છે. જો કે કંગનાની એક્ટિંગને ફિલ્મમાં વખાણવામાં આવી.

ગોરી તેરે પ્યાર મેં

ગોરી તેરે પ્યાર મેં

લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ કરીના કપૂર અને ઇમરાન ખાનની ફિલ્મ ગોરી તેરે પ્યાર મેં પણ વર્ષ 2013ની સૌથી ફ્લોપમાંની એક રહી. જો કે ફિલ્મ એકદમ રોમેન્ટિક ફિલ્મ હતી પરંતુ દર્શકોને બિલકુલ નકારી કાઢી.

English summary
Gori Tere Pyaar Mein, Boss, Rajjo are few big budget movies who got the worst box office response. Year 2013 has got lots of superhit movies also but the numbers of flip movies are far more than the hits.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X