ફિફા વર્લ્ડ કપની ફાઇનલ મૅચ જોવા માંગે છે જ્હૉન
મુંબઈ, 4 એપ્રિલ : બૉલીવુડ અભિનેતા જ્હૉન અબ્રાહમ ફુટબૉલના દીવાના છે અને તેઓ આવતા વર્ષે બ્રાઝીલ ખાતે યોજાનાર ફિફા વર્લ્ડ કપની ફાઇનલ મૅચ જોવા માંગે છે.

સ્કાયબૅગ્સની નવી શ્રેણી લૉન્ચ કરતાં 40 વર્ષીય જ્હૉન અબ્રાહમે જણાવ્યું - મને જુદા-જુદા સ્થળોએ ફરવું ગમે છે, પરંતુ હવે હું જે સ્થળે જવા માંગું છું, તે છે બ્રાઝીલ કે જ્યાં આવતા વર્ષે ફુટબૉલ વર્લ્ડ કપ યોજાવાનું છે. હું વર્લ્ડ કપ ફાઇનલ માટે જવા માંગુ છું.
જ્હૉન અબ્રાહમ ફુટબૉલ પર આધારિત ફિલ્મ ધન ધના ધન ગોલમાં પણ કામ કરી ચુક્યાં છે. ફિલ્મની વાર્તા બ્રિટનની એશિયન ટીમની આસપાસ ફરે છે. તેઓ હાલ એકતા કપૂરની શૂટઆઉટ એટ વડાલા ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે કે જે મુંબઈના માફિયા માન્યા સુર્વે ઉપર આધારિત છે. ફિલ્મનું દિગ્દર્શન સંજય ગુપ્તા કરી રહ્યાં છે, જ્યારે નિર્માતા એકતા કપૂર છે. ફિલ્મ 1લી મેના રોજ રિલીઝ થવાની છે.












Click it and Unblock the Notifications
