For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લખનઉમાં શિલ્પા શેટ્ટીના નામ પર કરોડોની છેતરપિંડી, કેસ થયો ફાઈલ

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના નામ પર છેતરપિંડીના સમાચાર સામે આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

હિંદી ફિલ્મી સ્ટાર્સના નામે ઘણી વાર છેતરપિંડીના કેસ સામે આવતા રહેતા હોય છે અથવા કોઈને કોઈ રીતનુ કામ અપાવવાના નામે અમુક લોકો માસૂમ લોકોને શિકાર બનાવે છે. હાલમાં જ આ લિસ્ટમાં સુપરસ્ટાર સલમાન ખાન અને અક્ષયકુમાર વિશે સમાચાર આવ્યા હતા કે તેમના નામે ફ્રોડ થયુ છે. ત્યારબાદ પોલિસે કાર્યવાહી કરી હતી અને ઘણા લોકોનો ભાંડાફોડ કર્યો હતો પરંતુ હવે ઉત્તર પ્રદેશથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટીના નામ પર છેતરપિંડીના સમાચાર સામે આવ્યા છે. આ કેસ યુપીની રાજધાની લખનઉનો છે જ્યાં કોરોડોનો ચૂનો લગાવવામાં આવ્યો છે. સમાચાર છે કે આમાં લખનઉા હજરતગંજ સ્થિત એયોસિસ સ્પા એન્ડ વેલનેસ કંપનીના માલિક અને તેમના સ્ટાફ પર કેસ નોંધવામાં આવ્યો છે. તેમના પર આરોપ છે કે શિલ્પા શેટ્ટીના નામ પર કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.

એમડી કિરણ બાબા

એમડી કિરણ બાબા

મળતી માહિતી મુજબ આ કંપનીના એમડી કિરણ બાબાએ મિદાસદીપ એન્ટરપ્રાઈઝના સંચાલક પાસે ફ્રેન્ચાઈઝી કિંમત અને રોકાણના નામ પર પૈસા ઈન્વેસ્ટ કરાવ્યા હતા. ત્યારબાદ તેમણે જણાવ્યુ હતુ કે આ કંપનીના બ્રાંડ એમ્બેસેડર શિલ્પા શેટ્ટી અને રાજ કુદ્રા છે. આ રીતની ઘણી વાતો જણાવીને તેમની પાસે સતત રોકાણ કરાવવામાં આવી રહ્યુ હતુ.

કેસ નોંધાયો

કેસ નોંધાયો

પીડિતને જ્યારે નુકશાન થવા લાગ્યુ તો તેણે આની તપાસ કરી. તપાસ દરમિયાન જાણવ મળ્યુ કે આ ફ્રેન્ચાઈઝીના નામ પર અહીં છેતરપિંડી કરવામાં આવે છે. ત્યારબાદ પીડિતે આરોપી સામે આઈપીસી 408, 420 તેમજ 506ની કલમો હેઠળ કેસ નોંધાવ્યો છે.

ઘણા સમયથી કોઈ ફિલ્મનો હિસ્સો નથી

ઘણા સમયથી કોઈ ફિલ્મનો હિસ્સો નથી

આ સમાચાર જેવા સામે આવ્યા ત્યારથી શિલ્પા શેટ્ટી ચર્ચામાં આવી ગઈ અને લોકો ઘણા પ્રકારની વાતો કરવા લાગ્યા છે. શિલ્પા શેટ્ટીની વાત કરીએ તો તે ઘણા સમયથી કોઈ ફિલ્મનો હિસ્સો નથી અને ના કોઈ શોમાં જોવા મળી રહી છે. લૉકડાઉનના કારણે અત્યારે તો પોતાના ઘરે સમય પસાર કરી રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયનો નિર્ણય, રાજીવ ગાંધી ફાઉન્ડેશન સહિત 3 ટ્રસ્ટની લેવડ-દેવડની થશે તપાસકેન્દ્રીય ગૃહમંત્રાલયનો નિર્ણય, રાજીવ ગાંધી ફાઉન્ડેશન સહિત 3 ટ્રસ્ટની લેવડ-દેવડની થશે તપાસ

English summary
Fraud in the name of Shilpa shetty in Lucknow. News goes viral and case files.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X