Pics : મારી ને શાહિદની જોડી એકદમ ફ્રેશ છે : ઇલિયાના
મુંબઈ, 11 સપ્ટેમ્બર : ફિલ્મ બર્ફીમાં લાગણીશીલ ભૂમિકા ભજવનાર સાઉથના સફળ અભિનેત્રી ઇલિયાના ડિક્રૂઝ પુનઃ એક વાર પોતાની આવનાર ફિલ્મ ફટા પોસ્ટર નિકલા હીરો અંગે ચર્ચામાં છે. ફિલ્મનું પ્રમોશન પુરજોશમાં ચાલુ છે. ફિલ્મ અંગે ઇલિયાનાએ કહ્યું કે લોકોને તમની અને શાહિદની જોડી બહુ સારી લાગશે, કારણે કે તેમની પૅર ફ્રેશ છે.
ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મના ગીતો આકર્ષક છે. તેથી ઇલિયાનાને લાગે છે કે તેમની અને શાહિદની જોડી ધરાવતી પીપીએનએચ ફિલ્મ પણ લોકો પસંદ કરશે. રાજકુમાર સંતોષી દિગ્દર્શિત ફટા પોસ્ટર નિકલા હીરો આગામી 20મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ શાહિદ કપૂર માટે બહુ મહત્વની છે, કારણ કે લાંબા સમયથી બૉક્સ ઑફિસે તેમણે કોઈ હિટ ફિલ્મ નથી આપી.
ફટા પોસ્ટર નિકલા હીરો એક કૉમેડી મસાલા ટાઇપ ફિલ્મ છે. જે પ્રકારના નેચરની ફિલ્મો આજકાલ સફળ થઈ રહી છે, તે જોતાં સમીક્ષકોને લાગે છે કે પીપીએનએચ પણ સરળતાથી સફળ બિઝનેસ કરશે. લોકોને લાગે છે કે ફટા પોસ્ટર નિકલા હીરો અજબ પ્રેમ કી ગઝબ કહાનીનો રેકૉર્ડ તોડી શકે છે.
આવો તસવીરો સાથે જાણીએ ફટા પોસ્ટર નિકલા હીરો અંગે વધુ વિગતો :

ફિલ્મ દર્શકો માટે
શાહિદ કપૂર ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે. તેમનું માનવું છે કે અભિનેતાએ પોતાના દર્શકો માટે ફિલ્મો કરવી જોઇએ.

ચૉકલેટ બૉયની છબી
અભિનેત્રી ઇલિયાના ડિક્રૂઝનું માનવું છે કે ફટા પોસ્ટર નિકલા હીરોને શાહિદની માસૂમિયત અને ચૉકલેટ બૉય ધરાવતી છબીનો ફાયદો મળશે.

શાહિદ-ઇલિયાના ફ્રેશ જોડી
ઇલિયાના કહે છે - પડદા ઉપર શાહિદ અને મારી જોડી જામે છે. તેનું કારણ એ છે કે આ જોડી એકદમ નવી અને ફ્રેશ છે.

શાહિદ અભિનેતા-ઇલિયાના સમાજસેવી
રાજકુમાર સંતોષી દિગ્દર્શિત પીપીએનએચ ફિલ્મમાં શાહિદ એક અભિનેતા વિશ્વાસ રાવનો રોલ કરી રહ્યાં છે, જ્યારે ઇલિયાના સામાજિક કાર્યકર્તા કાજોલની ભૂમિકામાં છે.

વીસમીએ રિલીઝ
પીપીએનએચ ફિલ્મ 20મી સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. લોકોને લાગે છે કે આ ફિલ્મ અજબ પ્રેમ કી ગઝબ કહાનીનો રેકૉર્ડ તોડશે.












Click it and Unblock the Notifications
