For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાનૂની વિવાદમાં ફસાઈ ગંગૂબાઈ કાઠિયાવાડી, પરિવારે કરી રિલીઝ પર રોક લગાવવાની માંગ, કહ્યુ - 'એ વેશ્યા નહોતી'

સંજય લીલા ભણશાળી જ્યારે પોતાની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીનો વર્લ્ડ પ્રીમિયર કરવા માટે તૈયાર છે ત્યારે તેમની ફિલ્મ કાનૂની વિવાદમાં ફસાઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ સંજય લીલા ભણશાળી જ્યારે પોતાની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીનો વર્લ્ડ પ્રીમિયર કરવા માટે તૈયાર છે ત્યારે તેમની ફિલ્મ કાનૂની વિવાદમાં ફસાઈ ગઈ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટે ગંગૂબાઈની ભૂમિકા નિભાવી છે જે ફિલ્મનુ મુખ્ય પાત્ર છે. વાસ્તવમાં આ ફિલ્મ હુસૈન જૈદીના પુસ્તક 'માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ' પર આધારિત છે. ફિલ્મ 25 ફેબ્રુઆરીએ રિલીઝ થવા માટે તૈયાર છે પરંતુ રિલીઝ પહેલા જ ફિલ્મ કાનૂની વિવાદમાં ફસાયેલી જોવા મળી રહી છે.

ગંગૂબાઈના પરિવારે કરી ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ

ગંગૂબાઈના પરિવારે કરી ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ

ગંગૂબાઈના પરિવારે ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા માટે કહ્યુ છે. આ મામલે સંજય લીલા ભણશાળી, હુસૈન જૈદી અને આલ્યા ભટ્ટને નોટિસ પાઠવવામાં આવી છે અને તેમના પર માનહાનિનો કેસ લગાવવામાં આવ્યો છે. ગંગૂબાઈ દ્વારા દત્તક લેવામાં આવેલ બાળકોના વકીલ નરેન્દ્ર દૂબેએ કહ્યુ, 'કોઈ નથી ઈચ્છતુ તે તેમની માને એક વેશ્યા તરીકે ચિત્રિત કરવામાં આવે. એક વેશ્યાનો દીકરો પણ આવુ નહિ ઈચ્છે. આ માત્ર પૈસા માટે કરવામાં આવી રહ્યુ છે. આ એક વ્યક્તિ ચરિત્રની હત્યા છે. આ માત્ર એક મા-દીકરાની વાત નથી પરંતુ દરેક મહિલાના સમ્માનની વાત છે. કોઈ પણ મહિલા નહિ ઈચ્છે કે તેને આટલી નગ્ન અને અશ્લીલ રીતે ચિત્રિત કરવામાં આવે. હુસૈન જૈદીએ પોતાના પુસ્તકમાં લખ્યુ છે, એનો પર ભલે વિશ્વાસ કરવામાં આવે પરંતુ તેમણે(તેમના બાળકોએ) કહ્યુ કે ગંગૂબાઈ ક્યારેય વેશ્યા બનવા નહોતા માંગતા. તો શું તે મહિલા એક વેશ્યા તરીકે ચિત્રિત થવા માંગશે? તે એક સામાજિક કાર્યકર્તા હતી અને તેમના પરિવારે મને જણાવ્યુ કે મોરારજી દેસાઈ, જવાહરલાલ નહેરુ અને અટલ બિહારી વાજપેયી ચૂંટણી દરમિયાન તેમના ઘરે આવતા હતા કારણકે એ વખતે કમાઠીપુરામાં તે એક પ્રસિદ્ધ ચહેરો હતા. તેમણે વેશ્યાઓના અધિકારો માટે લડાઈ લડી.'

આટલા સમય પછી કેમ કરી ફિલ્મની રિલીઝને અટકાવવાની માંગ

આટલા સમય પછી કેમ કરી ફિલ્મની રિલીઝને અટકાવવાની માંગ

ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગનો સમય પસંદ કરવા પર તેમણે કહ્યુ કે ફિલ્મનો પ્રોમો રિલીઝ થયા બાદ અમે સપ્ટેમ્બર 2020માં કોર્ટમાં ગયા હતા પરંતુ હાઈકોર્ટે બાળકો દત્તક હોવાના પુરાવા માંગ્યા. હાઈકોર્ટ બાળકોને દત્તક લેવાના પુરાવા માંગી રહી છે. હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે. અમને વિશ્વાસ છે કે ફિલ્મની રિલીઝ પહેલા આના પર સુનાવણી થશે. તેમણે કહ્યુ કે ક્રાઈમ રિપોર્ટર દ્વારા લખવામાં આવેલા ઉપન્યાસો વિશે દરેકને જાણ ન હોઈ શકે.

ગંગૂબાઈએ ચાર બાળકો લીધા હતા દત્તક

ગંગૂબાઈએ ચાર બાળકો લીધા હતા દત્તક

તમને જણાવી દઈએ કે ગંગૂબાઈએ ચાર બાળકો દત્તક લીધા હતા - બાબૂરાવ, બેબી, શકુંતલા અને રાજન. જૈદીના પુસ્તક મુજબ ગંગૂબાઈ ફિલ્મોા આકર્ષણના કારણે ઘરેથી ભાગી ગઈ હતી પરંતુ તેમના પ્રેમીએ તેને સેક્સ વર્ક માટે વેચી દીધી હતી. તે અંડરવર્લ્ડ સાથે-સાથે મુંબઈના રેડ લાઈટ એરિયા કમાઠીપુરામાં એક મુખ્ય અને પ્રસિદ્ધ વ્યક્તિ બની ગઈ.

પુસ્તક લખવા અને ફિલ્મ બનાવવા માટે અમારી પાસે નથી લેવામાં આવી અનુમતિ

પુસ્તક લખવા અને ફિલ્મ બનાવવા માટે અમારી પાસે નથી લેવામાં આવી અનુમતિ

એક સમાચાર ચેનલ સાથે વાતચીતમાં બાબૂરાવે કહ્યુ કે તેમની મા એક સામાજિક કાર્યકર્તા હતા. તેમણે મારી માને એક સેક્સ વર્કર તરીકે બતાવી છે અને લોકો તેમના વિશે અલગ-અલગ પ્રકારની વાતો કરી રહ્યા છે. મને એ બિલકુલ પસંદ નથી. વળી, ગંગૂબાઈની પૌત્રીએ કહ્યુ કે આ ફિલ્મમેકર લાલચી છે અને પૈસા માટે અમારા પરિવારને બદનામ કરી રહ્યા છે. એ સહન કરવામાં નહિ આવે. જ્યારે આ પુસ્તક લખવામાં આવી રહ્યુ હતુ ત્યારે અમારી સંમતિ લેવામાં આવી નથી અને ફિલ્મ બનાવતી વખતે પણ અમને પૂછવામાં આવ્યુ નથી.

English summary
Gangubai kathiawadi caught in legal trouble, family demands ban on release.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X