ગૌરીની લીલી ઝંડી વગર આગળ ધપતી નથી ચેન્નઈ એક્સપ્રેસ
મુંબઈ, 7 એપ્રિલ : ગૌરી ખાન. બૉલીવુડનું એવું નામ છે કે જે વગર કોઈ હંગામે કે ફિલ્મે ચર્ચામાં રહે છે. અભિનેતા શાહરુખ ખાનના પત્ની ઉપરાંત પણ ગૌરી ખાન ઘણાં બધાં છે. તેમનું પહેરવેશ, ચાલ-ઢાલ બધુ કોઇક અભિનેત્રી કરતાં વધુ જ જુદા હોય છે. હાલ તો તેઓ પ્રોડક્શનના કામમાં ખૂબ રસ લઈ રહ્યાં છે.

મળતી માહિતી મુજબ રેડ ચિલીઝ હેઠળ બનતી ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મનું એડિટિંગ ગૌરી ખાનના નેતૃત્વ હેઠળ ચાલે છે. દિગ્દર્શક રોહિત શેટ્ટી દ્વારા શૉટ ઓકે કરાયા બાદ તમામ ફુટેજની દેખરેખ ગૌરી ખાન કરી રહ્યાં તેમની લલી ઝંડી મળ્યા બાદ જ ફિલ્મનું એડિટિંગ કરાઈ રહ્યું છે. શાહરુખ પણ પોતાના પત્નીને આ કામ માટે શાબાશી આપતાં દેખાય છે.
આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ ગૌરી ખાનને સેટ ઉપર જોઈ કોઈ ન કહી શકે કે તેઓ પ્રોફેશનલ નથી. આપને જણાવી દઇએ કે ગૌરી ખાન રેડ ચિલીઝ કમ્પનીના માલકણ છે. ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસમાં શાહરુખ ખાન તથા દીપિકા પાદુકોણેની જોડી છે. ફિલ્મ ઈદ પ્રસંગે રિલીઝ થવાની શક્યતા છે. જોઇએ ગૌરીની મહેનત કેવીક રંગ લાવે છે?












Click it and Unblock the Notifications
