ગિપ્પી : માત્ર 13 વરસની છે કરણ જૌહરની નવી હીરોઇન
મુંબઈ, 1 એપ્રિલ : માત્ર તેર વરસની છે કરણની નવી હીરોઇન. આ કોઈ ગપ્પું નથી, પણ ગિપ્પી ફિલ્મની વાત કરી રહ્યાં છીએ અમે. ગિપ્પી ફિલ્મમાં જે નવી હીરોઇનને લઈને કરણ જૌહર આવી રહ્યાં છે, તેમની ઉંમર માત્ર 13 વરસ છે.

કરણ જૌહર એમેય બૉલીવુડના એવા ફિલ્મ મેકર છે કે જેઓ નવું-નવું કરવા માટે જાણીતાં છે. ગત વર્ષે જ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર દ્વારા બૉલીવુડને આલિયા ભટ્ટ જેવી નવી હીરોઇન આપનાર કરણ જૌહર હવે બૉલીવુડને વધુ એક નવી હીરોઇન આપવાં જઈ રહ્યાં છે અને તે પણ માત્ર 13 વરસનાં.
કરણ જૌહરની આગામી ફિલ્મનું નામ છે ગિપ્પી. સોનમ નાયર દિગ્દર્શિત ગિપ્પી ફિલ્મનો ફર્સ્ટ લુક લૉન્ચ થઈ ગયો છે. ફિલ્મમાં અભિનેતા તાહા શાહ પણ મુખ્ય ભૂમિકામાં છે. કહે છે કે ફિલ્મ એક 14 વર્ષીય છોકરીની આસપાસ ફરે છે કે જે પોતાની સ્કૂલના એક સૌથી સુંદર છોકરા પ્રત્યે આકર્ષાય છે. છોકરીની ભૂમિકા રિયા તથા છોકરાની ભૂમિકા તાહા કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
