Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સિનેમામાં પોતાની છાપ છોડશે ગિપ્પી : દિવ્યા દત્તા

મુંબઈ, 4 મે : બૉલીવુડ અભિનેત્રી દિવ્યા દત્તા પોતાની આવનાર ફિલ્મ ગિપ્પી અંગે કહે છે કે ફિલ્મ એક ચોક્કસ વર્ગ ઉપર પોતાની છાપ છોડવામાં સફળ રહેશે. ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ગિપ્પી અને અભિનેતા સૈફ અલી ખાનના પ્રોડક્શન હોઠળની ફિલ્મ ગો ગોવા ગોન એક જ દિવસે રિલીઝ થવા અંગે દિવ્યા ચિંતિત નથી. બંને ફિલ્મો 10મી મેના રોજ રિલીઝ થાય છે.

divyadutta

દિવ્યાનું માનવું છે કે દરેક ફિલ્મનો પોતાનો એક દર્શક વર્ગ હોય છે. અનેક વાર જોવાયું છે કે એક સાથે રિલીઝ થયેલી બે ફિલ્મો બૉક્સ ઑફિસ સરખો બિજનેસ કરે છે. અમારી ફિલ્મનો પણ એક ખાસ વર્ગ છે.

સોનમ નાયર ગિપ્પી ફિલ્મ દ્વારા દિગ્દર્શન ક્ષેત્રે પ્રવેશ કરી રહ્યાં છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતાં રિયા વિજની આ પ્રથમ ફિલ્મ છે, જ્યારે તાહા શાહની બીજી ફિલ્મ હશે.

દિવ્યા દત્તા કહે છે - કરણ જૌહરની ફિલ્મ ગિપ્પી દર્શકોને તેમનું બાળપણ યાદ અપાવશે. ફિલ્મની વાર્તા એવી છે કે દરેક દર્શકને લાગશે કે તેમની સાથે આ બધું ક્યારેક થઈ ચુક્યું છે. જો આપ ફિલ્મના પ્રચારને જોઈ પોતાનો તેની સાથે જોડાણ અનુભવો, તો આપ ચોક્કસ ફિલ્મ જોશો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X