• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો 21 વર્ષીય અનન્યા પાંડે પાસે કેટલી સંપત્તિ છે?

|
Google Oneindia Gujarati News

મુંબઈ : વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની યુવા પેઢીની અભિનેત્રી છે.

જો કે, અનન્યા અત્યાર સુધી ઘણી ફિલ્મો કરી શકી નથી, પરંતુ સ્ટાર કિડ અને સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયોના કારણે તે ઘણી ચર્ચામાં રહે છે.

આ સાથે જ આર્યન ખાન કેસમાં NCBના રેડ બાદ અનન્યા ફરી એક વખત હેડલાઇન્સમાં છે. જાણો ઉદ્યોગમાં પગ મૂકનારી અભિનેત્રી કેટલી સંપત્તિની માલિકી ધરાવે છે?

અનન્યા પાંડેએ આર્યન ખાન કેસમાં પણ પૂછપરછ કરી હતી

અનન્યા પાંડેએ આર્યન ખાન કેસમાં પણ પૂછપરછ કરી હતી

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાન બાદ હવે NCBએ ગુરુવારના રોજ અનન્યા પાંડેના ઘરે રેડ કરી હતી.

અનન્યાને NCB દ્વારા પૂછપરછ માટે ઓફિસમાંબોલાવવામાં આવી છે. NCBની ટીમ અનન્યા પાંડેના ઘરેથી બેગ લઈને જતી જોવા મળે છે.

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, અનન્યા આર્યનનીવોટ્સએપ ચેટ સાથે જોડાયેલી હોવાની ચર્ચા છે. આવા સમયે અભિનેત્રી અનન્યા પાંડે, જેમણે અત્યાર સુધી ત્રણ ફિલ્મો કરી છે, તેમની કુલ સંપત્તિ 29 કરોડ રૂપિયા છે.

તેણીને તેની પ્રથમ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 માટે બેસ્ટ ફિમેલ ડેબ્યુ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર પોપ્યુલર છે 21 વર્ષીય અનન્યા

ઇન્સ્ટાગ્રામ પર પોપ્યુલર છે 21 વર્ષીય અનન્યા

આ સિવાય અનન્યા પાંડે સોશિયલ મીડિયા ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ પ્રખ્યાત છે. અનન્યા માત્ર 21 વર્ષની છે અને તેણે પોતાની નાની ઉંમરમાં અત્યાર સુધીઘણું પ્રાપ્ત કર્યું છે.

અનન્યા રાઇસિંગ સ્ટાર છે અને તેથી તેની પાસે આગવું નેટવર્થ, રિયલ એસ્ટેટ અને કાર કલેક્શન છે. તે ચંકી પાંડેની પુત્રી છે, તેથી તેને ચોક્કસપણેતેના પિતાની સંપત્તિમાંથી કંઈક વારસામાં મળ્યું હશે.

અત્યાર સુધી 3 ફિલ્મોમાં કર્યું છે કામ

અત્યાર સુધી 3 ફિલ્મોમાં કર્યું છે કામ

કેકનોલેજના રિપોર્ટ મુજબ અનન્યાની કમાણીનો મોટો હિસ્સો ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી આવે છે. તેણે 2019માં બે ફિલ્મો કરી છે, જે તેને પ્રસિદ્ધિમાં લાવી હતી.

જેમાં સ્ટુડન્ટ ઓફ ધ યર - 2 અને પતિ પત્ની ઔર વો 2 નો સમાવેશ થાય છે. ભલે સ્ટુડન્ટ ઓફ ધ યર 2 બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી, પણ તેના અભિનયની ક્રિટિક્સેપ્રશંસા કરી હતી.

જે બાદ 'પતિ પત્ની ઔર વો 2' માં તેમના પાત્રની ખૂબ પ્રશંસા થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. આ સિવાયઅનન્યા ઈશાન ખટ્ટરની સામે 'ખાલી પીલી'માં પણ જોવા મળી હતી.

એક નજરમાં અનન્યાની સંપૂર્ણ વિગતો

એક નજરમાં અનન્યાની સંપૂર્ણ વિગતો

  • નામ - અનન્યા પાંડે
  • નેટ વર્થ (2021) - 4 મિલિયન ડોલર (ભારતીય રૂપિયામાં 29 કરોડ)
  • વ્યવસાય- ભારતીય અભિનેત્રી
  • માસિક આવક અને પગાર - 50 લાખ+
  • વાર્ષિક આવક - 5 કરોડ+ (સપ્ટેમ્બર 2021 મુજબ)
કાર અને રિયલ એસ્ટેટ

કાર અને રિયલ એસ્ટેટ

અનન્યા પાસે સફેદ રંગની મર્સિડીઝ ઇ-ક્લાસ છે. તે સિવાય સ્કોડા કોડિયાક અને હ્યુન્ડાઇ સાન્ટા ફે એસયુવી પણ છે.

બીજી તરફ જ્યારે રિયલ એસ્ટેટની વાત આવે છે અનન્યા તેના માતાપિતા સાથે મુંબઈમાં તેમના ઘરમાં રહે છે. આ સિવાય પાંડે પરિવાર પાસે ઘણી બધી સ્થાવર મિલકત છે.

અનન્યા પાંડેનો જન્મ 30 ઓક્ટોબર, 1998ના રોજ થયો હતો. તે પ્રખ્યાત અભિનેતા અને હાસ્ય કલાકાર ચંકી પાંડેની પુત્રી છે. તેણે 2017માં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનું શિક્ષણ લીધું હતું.

વિજય દેવેરાકોંડા સાથે જોવા મળશે

વિજય દેવેરાકોંડા સાથે જોવા મળશે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સાઉથ સુપરસ્ટાર ટૂંક સમયમાં વિજય દેવેરાકોંડા સાથેની ફિલ્મ 'લિગર'માં જોવા મળશે.

આ સિવાય અનન્યાએ ઇન્ડસ્ટ્રીમાં જણાવ્યું છે કે,સુહાના (શાહરૂખ ખાનની પુત્રી) અને શનાયા (સંજય કપૂરની પુત્રી) તેના નજીકના મિત્રો છે.

English summary
Ananya Pandey, the daughter of actor Chunky Pandey, who made her Bollywood debut with the film 'Student of the Year 2' released in 2019, is a young actress in the film industry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X