For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિવાદમાં આવી સુભાષબાબુ સાથે જોડાયેલી ફિલ્મ, નેતાજીના પરિવારે લગાવ્યા ગંભીર આરોપ

બ્રિટિશ સામ્રાજ્ય સામેની આઝાદીની લડાઇમાં દેશના લાખો લોકોનું યોગદાન છે. આ આઝાદીની લડાઇમાં આઝાદ હિંદ ફોજની રચના કરી અંગ્રેજોને હંફાવનાર સુભાષચંદ્ર બોઝનું નામ સમ્માન સાથે લેવનામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

બ્રિટિશ સામ્રાજ્ય સામેની આઝાદીની લડાઇમાં દેશના લાખો લોકોનું યોગદાન છે. આ આઝાદીની લડાઇમાં આઝાદ હિંદ ફોજની રચના કરી અંગ્રેજોને હંફાવનાર સુભાષચંદ્ર બોઝનું નામ સમ્માન સાથે લેવનામાં આવે છે. જોકે, સુભાષ બાબુના મોત અને આઝાદી બાદ તેમના વિશે તમામ બાબતો એક રહસ્ય બનીને જ રહી છે.

anyasi Deshonayak

ઘણીવાર તેમને ગુમનામી બાબા તરીકે ઓળખાવવામાં આવ્યા છે. તેમનો ગુમનામી બાબા તરીકે પ્રચાર કરવાથી તેમનો પરિવાર નારાજ છે અને હવે કોર્ટમાં જવા પણ તૈયાર છે.

અત્રે નોંધનીય છે કે, નેતાજીનો પરિવાર સુભાષ બાબુને ગુમનામી બાબા દર્શાવતી એક ફિલ્મ સંન્યાસી દેશોનાયક ની સામે હાઇકોર્ટમાં જવાની તૈયાર છે. તેઓ અદાલતમાં ફિલ્મને રિલિઝ થઇ અટકાવવા માટે માંગ કરશે. આ ફિલ્મ નેતાજી સુભાષ બાબુના છેલ્લા વર્ષોના જીવનની તપાસ કરવા પર આધારિત છે. આ ફિલ્મને બનાતા 3 વર્ષ લાગ્યા છે અને હવે રિલિઝ માટે તૈયાર છે.

નામનું સન્માન જળવાઈ રહેવું જરૂરી

ફિલ્મ ટ્રેડ વેબસાઈટ ફિલ્મ ઈન્ફોર્મેશન અનુસાર, બોસના પરિવારના સભ્યોએ જણાવ્યું છે કે, તેઓ કેટલાક સારા વકીલોના સંપર્કમાં છે, જેઓ નેતાજીના ગુમનામી બાબા હોવાના ખ્યાલને કોર્ટમાં પડકારી શકે છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં ઘણી વખત એવી ચર્ચા થતી રહી છે કે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ 1960ના દાયકામાં દેશ આઝાદ થયા બાદ ભારત પરત ફર્યા હતા અને આખરે ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં રહેતા હતા, અને આ પહેલા તેમને અલગ-અલગ જગ્યાએ રહેતા હતા.

1965માં ગુમનામી બાબાએ ફૈઝાબાદમાં અંતિમ શ્વાસ લીધા હતા. નેતાજીના પરિવારજનોનું માનવું છે કે, ફિલ્મોમાં નેતાજીને આ રીતે બતાવવા એ મહાન સ્વાતંત્ર્ય સેનાની સુભાષ ચંદ્ર બોઝનું અપમાન છે.

સંબંધોમાં નેતાજીના પ્રપૌત્ર લાગતા ચંદ્ર બોઝે કોલકાતામાં જણાવ્યું હતું કે, મહાન દેશભક્ત નેતાજી વિશે ખોટી માહિતી ફેલાવવાનું બંધ કરવાનો સમય આવી ગયો છે. અમે તેમના નામનું સન્માન જાળવવા માટે કોર્ટમાં અરજી કરીશું. જેથી આ ફિલ્મને રિલિઝ થતી અટકાવવામાં આવે.

અત્રે નોંધનીય છે કે, વર્ષ 2019માં નેતાજીના પરિવારના 32 સભ્યોએ ગુમનામી બાબા ફિલ્મની રિલીઝ પર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સુભાષ ચંદ્ર બોઝ 18 ઓગસ્ટ, 1945ના રોજ ગાયબ થઈ ગયા હતા અને જાપાનમાં વિમાન દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. તેમણે દાવો કર્યો હતો કે, આ ફિલ્મ ઈતિહાસને ફેરવી તોળી રહી છે.

બીજી તરફ સન્યાસી દેશોનાયક ના નિર્દેશક અમલંકુસુમ ઘોષ કહે છે કે, આ ફિલ્મ જસ્ટિસ મનોજ કુમાર મુખર્જી સાથેના મારા ઇન્ટરવ્યુ પર આધારિત છે. જસ્ટિસ મુખર્જી સુપ્રીમ કોર્ટના જજ હતા, જેમને સરકાર દ્વારા 1999 માં નેતાજીની તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી અને 2005માં તેમનો રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો.

આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે, હું બોઝ પરિવારને વિનંતી કરું છું કે, INAના ઇતિહાસ પરના પ્રતુલ ગુપ્તાના પુસ્તકની હસ્તપ્રત બહાર પાડે, જેથી દેશના લોકો સ્વતંત્રતા સંગ્રામમાં INAના યોગદાનનો સાચો ઇતિહાસ જાણી શકે. ચંદ્ર બોઝે જણાવ્યું છે કે, 2016-17માં નેતાજીના મૃત્યુ સાથે સંબંધિત તમામ ફાઈલોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેમાં તમામ 11 તપાસ પંચના અહેવાલો સામે છે. આ અગિયારમાંથી 10 અહેવાલો કહે છે કે, 18 ઓગસ્ટ, 1948ના રોજ એક વિમાન દુર્ઘટનામાં નેતાજીનું મૃત્યુ થયું હતું.

English summary
A film related to Subhash Babu came into controversy, Netaji's family made serious allegations
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X