'દબંગ 3' માં સલમાન ખાનના પિતા બનશે આ સુપરસ્ટાર- દમદાર સ્ટારકાસ્ટ!
દબંગ અને દબંગ 2 માં સલમાન ખાન એટલે કે ચુલબુલ પાંડેના પિતાનો કિરદાર નિભાવનાર અભિનેતા વિનોદ ખન્નાના નિધન પછી, હવે આ કિરદાર ધર્મેન્દ્ર નીભાવી શકે છે.
દબંગ અને દબંગ 2 માં સલમાન ખાન એટલે કે ચુલબુલ પાંડેના પિતાનો કિરદાર નિભાવનાર અભિનેતા વિનોદ ખન્નાના નિધન પછી, હવે આ કિરદાર ધર્મેન્દ્ર નીભાવી શકે છે. જી હા, ધર્મેન્દ્ર હવે દબંગ 3 માં પ્રજાપતિ પાંડેની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ પહેલા પણ ઘણી ફિલ્મોમાં સલમાન અને ધર્મેન્દ્ર સાથે દેખાયા છે. સલમાન ખાન, સોનાક્ષી સિંહા સ્ટારર આ ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.
વર્ષ 2010 માં દબંગ ફિલ્મ સુપર હિટ રહી હતી. અભિનય કશ્યપ દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મએ 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. ખાસ કરીને સલમાન ખાનનો ચુલબુલ પાંડે અત્યંત લોકપ્રિય રહ્યો હતો. તે પછી તેને એક ફ્રેન્ચાઇઝીનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. 2012 માં, દબંગ 2 પણ સુપર હીટ રહી હતી. હવે, ફેન્સ આતુરતાથી દબંગ 3 ની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: આયુષ્માન ખુરાનાની આર્ટિકલ 15 વિવાદોમાં ફસાઈ, બ્રાહ્મણ સમાજે ફરિયાદ કરી
ભારત પછી, સલમાન ખાન હવે દબંગ 3 ની તૈયારીમાં વ્યસ્ત છે. ક્રિસમસની રજાઓ દરમિયાન સલમાન આ ફિલ્મ સાથે ધમાકો કરી શકે છે. ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે પ્રભુદેવા, જ્યારે પ્રોડ્યુસર અર્બાઝ ખાન છે. ફિલ્મની પહેલી ઝલક પણ શેર કરી દેવામાં આવી છે, જેને લોકોએ ખૂબ પસંદ કરી છે.

ફિલ્મની કહાની
નવી રિપોર્ટ અનુસાર, દબંગ 3 ની કહાની ભૂ માફિયાઓ પર આધારિત હશે. સાથે રાજકીય ઉથલપાથલ સાથે પણ જોડાયેલી હશે.

ગરીબોને ઇન્સાફ અપાવશે ચુલબુલ પાંડે
ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલા ભૂ-માફિયા વિશે ઘણા બધા સમાચાર આવ્યા હતા, જે ગરીબ ખેડૂતોની જમીનોને તેમના રાજનીતિક કનેક્શન અને ગુંડાઓના દમ પર બળજબરીથી લઇ લેતા હતા. રાજનીતિક કનેક્શનને લીધે, તેમનું કોઈ પણ કાંઈ કરી શકતું ન હતું. સલમાન ખાનની દબંગ 3 આ કહાનીને સ્ક્રીન પર રજૂ કરશે.

રજ્જોની ઝલક
અભિનેત્રી સોનાક્ષી સિંહાનો ફસ્ટ લુક દબંગ 3 થી આવી ગયો છે. પ્રથમ બે ફિલ્મોની જેમ જ સોનાક્ષી અહીં પણ ખૂબ જ સુંદર દેખાય રહી છે.

સુપરહિટ ફ્રેન્ચાઈઝી
દબંગ 3 વિશે વાત કરતા, અરબાઝ ખાને કહ્યું કે ટાઇગર જિંદા હૈ ની જેમ દબંગ 3 લોકોને પસંદ આવી શકે છે. કારણ કે ફ્રેન્ચાઇઝી માટે લોકોમાં જુદા પ્રકારના ઉત્સાહ હોય છે.. તે એક બ્રાન્ડ હોય છે. તેથી, અમે લોકોને કંઈક પરફેક્ટ આપવા માંગીએ છીએ.

સલમાન ખાન ફિલ્મ
પ્રભુદેવાએ આ ફિલ્મ વિશે વાત કરતા કહ્યું હતું કે, દબંગ 3 માં કૉમેડી, ઈમોશન, એક્શન.. બધું જ છે. આ ફિલ્મ સંપૂર્ણ રીતે સલમાન ખાનના ફેન્સ માટે છે.

આઈટમ સોન્ગ
આ વખતે ફિલ્મમાં કરિના અથવા મલાઈકા નહિ, પરંતુ મૌની રોય આઈટમ સોન્ગ કરતી જોવા મળી શકે છે.

ફિલ્મના વિલેન
હમણાં, કિચ્ચા સુદીપ આ ફિલ્મમાં એક વિલેન તરીકે જોવા મળશે. દેખીતી રીતે આ દક્ષિણ સુપરસ્ટારની જબરદસ્ત એન્ટ્રી થવાની છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
