For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

TMKOC Director : 14 વર્ષ બાદ TMKOC ડાયરેક્ટરે આ કારણે છોડ્યો શો

દિશા વાકાણી અને શૈલેષ લોઢા જેવા મોટા કલાકારોએ પણ શો છોડી ચૂક્યા છે. બીજી તરફ નિર્દેશકની વાત કરીએ તો માલવ રાજદા છેલ્લા 14 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનું નિર્દેશન કરી રહ્યા હતા.

|
Google Oneindia Gujarati News

TMKOC Director : તારક મહેતા કા ઉલટા ચશ્મા શો છેલ્લા 14 વર્ષો થી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. હાલ તેમના ફેન્સ માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. TMKOC શોને દિશા વાકાણી અને શૈલેષ લોઢા જેવા કલાકારો છોડી ચૂક્યા છે. આ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે, શો ના ડાયરેક્ટર માલવ રાજદાએ પણ શોને અલવિદા કહી દીધું છે. જે કારણે ફેન્સ પણ ચોંકી ગયા છે.

શો ના દિગ્દર્શકના નિર્ણયથી ચાહકોમાં આશ્ચર્યચ

શો ના દિગ્દર્શકના નિર્ણયથી ચાહકોમાં આશ્ચર્યચ

લાંબા સમયથી શો સાથે જોડાયેલા નિર્દેશકના આ નિર્ણય પર વિશ્વાસ કરવો ચાહકો માટે ખૂબ જ મુશ્કેલ છે. શો ને ઉંચાઈ પર લઈ જવામાં તેમના યોગદાનને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં તેમના અચાનક શો છોડવાના નિર્ણય વિશે જાણીને ચાહકો ખૂબ જ આશ્ચર્યચકિત છે.

છેલ્લા 14 વર્ષથી કરતા હતા શોનું નિર્દેશન

છેલ્લા 14 વર્ષથી કરતા હતા શોનું નિર્દેશન

ઉલ્લેખનીય છે કે, આ પહેલા દિશા વાકાણી અને શૈલેષ લોઢા જેવા મોટા કલાકારોએ પણ શો છોડી ચૂક્યા છે. બીજી તરફ નિર્દેશકની વાત કરીએ તો માલવ રાજદા છેલ્લા 14 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનું નિર્દેશન કરી રહ્યા હતા.

15મી ડિસેમ્બરના રોજ થયું હતું છેલ્લું શૂટિંગ

15મી ડિસેમ્બરના રોજ થયું હતું છેલ્લું શૂટિંગ

આ અંગે મળતી માહિતી મુજબ, ડિરેક્ટરે શોનું છેલ્લું શૂટિંગ 15 ડિસેમ્બરના રોજ કર્યું હતું. સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર શોના ડિરેક્ટર માલવ રાજદા અને પ્રોડક્શન વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ કારણે તેમણે શો છોડવાનું મન બનાવી લીધું હતું. જોકે, માલવે પોતે આ તમામ બાબતોને નકારી દીધી છે.

પ્રોડક્શન હાઉસ સાથે કોઈ અણબનાવ નહીં

પ્રોડક્શન હાઉસ સાથે કોઈ અણબનાવ નહીં

માલવ રાજદાએ જણાવ્યું હતું કે, જો તમે સારું કામ કરો છો, તો ટીમમાં ક્રિયેટિવિટી અંગે મતભેદો હોવા ખૂબ જ સામાન્ય બાબત છે. પ્રોડક્શન હાઉસ સાથે મારી કોઈ અણબનાવ નથી. હું આ શો અને તેના નિર્માતા અસિત ભાઈનો આભારી છું.

14 વર્ષ સુખદ રહ્યા

શો છોડવાની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, 14 વર્ષ સુધી શો કર્યા બાદ મને અહેસાસ થયો કે, હું મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી ગયો છું. મને લાગે છે કે, આગળ વધવું અને તમારી જાતને સર્જનાત્મક રીતે વિકસાવવા માટે પડકાર આપવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ 14 વર્ષ મારા જીવનના સુંદર વર્ષો છે.

English summary
After 14 years TMKOC Director left the show due to this reason
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X