એશ્વર્યા રાયને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, વાયરલ થયો વિનિંગ સ્પિચનો વીડિયો
Aishwarya Rai in SIIMA 2024: હાલ એશ્વર્યા રાય બચ્ચન સતત હેડલાઇન્સમાં રહે છે. તેના અને અભિષેકના છુટાછેડાની અફવાના કારણે તે સતત ચર્ચા રહી છે.
ઐશ્વર્યા રાયે SIIMA 2024 માં પોનીયિન સેલ્વન: II માં તેની અદભૂત ભૂમિકા માટે ક્રિટીક્સ એવોર્ડ જીત્યો હતો. દુબઈમાં SIIMA 2024નું આયોજન કરવામાં આવ્યું છે.
અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચને મણિરત્નમની ફિલ્મમાં નંદિની તરીકે પોતાના અભિનયથી લાખો લોકોના દિલ જીતી લીધા હતા, અને હવે તેને તેના માટે આ સન્માન મળ્યું છે. આ ઈવેન્ટમાં ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા બચ્ચન પણ જોવા મળી હતી. તેની સ્ટાઈલ પણ અદ્ભુત લાગી રહી હતી.
એવોર્ડ મેળવ્યા બાદ ઐશ્વર્યા રાયે વિનિંગ સ્પીચ પણ આપી હતી. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ સ્પિચ લોકોના હૃદયને સ્પર્શી રહ્યું છે.
આરાધ્યા અને ઐશ્વર્યાની જોડી છે અદભૂત - સામે આવેલી ઘણી ઝલકમાં આરાધ્યા તેની માતાની તસવીરો ક્લિક કરતી જોવા મળી હતી. તે તેની માતાની જીતની ક્ષણને વધુ ખાસ બનાવતી જોવા મળી હતી. જ્યારે ઐશ્વર્યાને એવોર્ડ મળ્યો ત્યારે આરાધ્યા ખૂબ જ ઉત્સાહિત હતી.
તેણે તેની માતાને એવોર્ડ પ્રાપ્ત કર્યાની અને તેણીના ભાષણની ક્ષણો તેના ફોન પર રેકોર્ડ કરી હતી. આ સિવાય માતા અને પુત્રી બંને એક્ટર ચિયાન વિક્રમ સાથે પણ જોવા મળ્યા હતા. ઐશ્વર્યા અને વિક્રમ પોનીયિન સેલ્વન I અને II માં સાથે જોવા મળ્યા હતા.

અબુ ધાબીના યાસ આઇલેન્ડ ખાતે આયોજિત ઇવેન્ટમાં માતા અને પુત્રીની જોડી ચમકદાર આઉટફિટમાં જોવા મળી હતી. ઐશ્વર્યાએ બ્લેક એન્ડ ગોલ્ડ ગાઉન પહેર્યું હતું, જ્યારે આરાધ્યા સિલ્વર અને બ્લેક ચમકદાર આઉટફિટમાં જોવા મળી હતી. ઐશ્વર્યાએ સ્થળની બહાર એકઠા થયેલા તેના ચાહકો સાથે સેલ્ફી પણ લીધી હતી.
ઐશ્વર્યાને ફિલ્મ નિર્માતા કબીર ખાને સ્ટેજ પર એવોર્ડ આપ્યો હતો. આ પછી અભિનેત્રીએ કહ્યું, મને એવોર્ડથી સન્માનિત કરવા બદલ SIIMA 2024નો ખૂબ ખૂબ આભાર. તે મારા માટે ઘણું અર્થપૂર્ણ છે, કારણ કે આ ફિલ્મ મારા હૃદયની ખૂબ જ નજીક હતી, પોનીયિન સેલ્વન જેનું નિર્દેશન મારા ગુરુ મણિ રત્નમે કર્યું હતું.
શ્રેષ્ઠ અભિનેત્રી માટે પોનીયિન સેલવાનમાં નંદિની તરીકે મારા કામ માટે સન્માનિત થવું એ ખરેખર સમગ્ર ટીમના કામની ઉજવણી છે.
આ ફિલ્મમાં ઐશ્વર્યાએ ભજવી બે ભૂમિકા - ઐશ્વર્યા પોનીયિન સેલ્વન 2માં ડબલ રોલમાં જોવા મળી હતી. અભિનેત્રી નંદિની અને મંદાકિની દેવી તરીકે જોવા મળી હતી.
ઐશ્વર્યા રાયની આ ફિલ્મ એક તમિલ નવલકથા પરથી લેવામાં આવી છે. તેમાં કાર્તિ, જયમ રવિ, ત્રિશા, જયરામ, પ્રભુ, આર સરથકુમાર, શોભિતા ધુલીપાલા, ઐશ્વર્યા લક્ષ્મી, વિક્રમ પ્રભુ, પ્રકાશ રાજ, રહેમાન અને આર પાર્થિબન પણ સામેલ હતા.
#AishwaryaRai G.O.A.T. ❤️🙇♂️👑🗺️🇮🇳🙏
— Aishwarya Rai Adorer Arijit Bhattacharya (@Aishusforever) September 15, 2024
Aishwarya Rai, the ultimate phenomenon's acceptance speech after winning the Actress in a Leading Role (Critics) at SIIMA 2024 for her outstanding performance in #PS2.
Courtesy - https://t.co/WDP0cX5Xrw@siima please upload the full official AV pic.twitter.com/scqIYyn0do
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
