અલ્લુ અર્જુને ફરી બોલીવુડ ફિલ્મ રિજેક્ટ કરી, હવે કોણ બનશે The Immortal Ashwatthama?

The Immortal Ashwatthama એક એવો પ્રોજેક્ટ છે, જે લાંબા સમયથી સમાચારોમાં છે અને લોકો રાહ જોઈ રહ્યા છે કે, ક્યારે અંતિમ જાહેરાત કરવામાં આવશે અને મુખ્ય ભૂમિકાના નામની જાહેરાત કરવામાં આવશે.

તાજેતરમાં અલ્લુ અર્જુન વિશે પણ એક સમાચાર આવી રહ્યા છે અને જાણવા મળ્યું છે કે, તેણે પણ આ સાયન્સ ફિક્શન ફિલ્મને રિજેક્ટ કરી દીધી છે. હા, અલ્લુ અર્જુને આ ફિલ્મ કરવાની ના પાડી દીધી છે અને કહેવામાં આવી રહ્યું છે કે, તે કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતો નથી.

The Immortal Ashwatthama

જો પિંકવિલાની વાત માનીએ તો, અલ્લુ અર્જુન શરૂઆતથી જ આ પ્રોજેક્ટ સાઈન કરવા માટે અચકાતા હતા. જોકે, તેમ છતાં તેણે વિચારવા અને નિર્ણય લેવા માટે પોતાનો સમય લીધો હતો. પુષ્પાની સફળતા પછી, અલ્લુ અર્જુન એક મોટું નામ બની ગયું અને લોકો તેને હવે ભારતનો સ્ટાર માને છે.

આ કારણે હવે તે પોતાની કોઈપણ પ્રકારની સ્ક્રિપ્ટની પસંદગીને લઈને અત્યંત સતર્ક બની ગયો છે. તે નથી ઈચ્છતો કે પુષ્પા પછી તેને મળેલી સફળતા કોઈપણ સ્ક્રિપ્ટ કે ફિલ્મને કારણે જોખમમાં મૂકાય. આ જ કારણ છે કે, તેણે ફિલ્મ છોડી દીધી છે.

અલ્લુ અર્જુન પુષ્પા 2 ના શૂટિંગ સિવાય એક ખૂબ જ આકર્ષક પ્રોજેક્ટ માટે ચર્ચામાં છે. હવે અશ્વત્થામા વિશે જોવાનું એ રહે છે કે, આગળ શું થાય છે અને કયો સ્ટાર આ ફિલ્મ કરે છે. હાલમાં અલ્લુ અર્જુન પુષ્પા 2 ને લઈને સમાચારોનો ભાગ છે અને કહેવામાં આવી રહ્યું છે કે તે આ ફિલ્મ સાથે ફરીથી ઘણા રેકોર્ડ તોડવા જઈ રહ્યો છે.

પુષ્પા ધ રાઇઝે રિલીઝ પછી પુષ્પાનો જાદુ ચારેકોર જોવા મળી રહ્યો છે. તેના કારણે તેને પુષ્પા પાસેથી ઘણી અપેક્ષાઓ છે. અલ્લુ અર્જુન આ સમયે દરેક જગ્યાએ પ્રખ્યાત છે અને તેને આજે કોઈપણ પ્રકારની ઓળખાણની જરૂર નથી. તે ભવિષ્યમાં બોલીવુડમાં કામ કરશે કે, નહીં તે તો સમય જ કહેશે.

The Immortal Ashwatthama માટે હવે કોને કાસ્ટ કરવામાં આવે છે, તે જોવાનું રહેશે. ફિલ્મી સુત્રોનું માનએ તો આ માટે સંજય દત, આમિર ખાન અને જુનિયર એનટીઆરનો સંપર્ક કરવામાં આવી શકે છે. કાંચા અને અધિરાનું પાત્ર જોતા The Immortal Ashwatthama માટે સંજય દતની પસંદગી થઇ શકે તેવી શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X