For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Avatar the way of water : 'અદ્દભૂત, અકલ્પનિય, અવિશ્વસનીય', અવતાર 2 જોઇને બોલ્યા ફિલ્મ ક્રિટિક્સ

Avatar the way of water : લંડનમાં જેમ્સ કેમરૂનની ફિલ્મ અવતાર ધ વે ઓફ વોટર ફિલ્મનુ વર્લ્ડ પ્રિમિયર ગાઠવવામાં આવ્યું હતું. જે બાદ આ ફિલ્મને પ્રેસના સભ્યો માટે પણ પ્રિમિયર ગોઠવાયું હતું.

|
Google Oneindia Gujarati News

Avatar the way of water : લંડનમાં જેમ્સ કેમરૂનની ફિલ્મ અવતાર ધ વે ઓફ વોટર ફિલ્મનુ વર્લ્ડ પ્રિમિયર ગાઠવવામાં આવ્યું હતું. જે બાદ આ ફિલ્મને પ્રેસના સભ્યો માટે પણ પ્રિમિયર ગોઠવાયું હતું. જે બાદ હવે ફિલ્મ ક્રિટિક્સ દ્વારા અવતાર ધ વે ઓફ વોટર પર પ્રતિક્રિયા અને રિવ્યુ આપવામાં આવી રહ્યો છે. જેમ્સ કેમરૂનની અસીમિત કલ્પના અને પ્રાચિન દ્રશ્યોને જોઇને લોકોની અક્કલ કામ કરતી બંધ થઇ જાય છે. ફિલ્મ અવતાર ધ વે ઓફ વોટરને સારી પ્રતિક્રિયા મળી રહી છે.

ફિલ્મ ક્રિટિક્સને અભિભૂત કરી રહી છે અવતારઃ ધ વે ઓફ વોટર

ફિલ્મ ક્રિટિક્સને અભિભૂત કરી રહી છે અવતારઃ ધ વે ઓફ વોટર

'અવતારઃ ધ વે ઓફ વોટર' વિશે જે પ્રતિક્રિયાઓ આવી રહી છે, તેમાંથી હકારાત્મક પ્રતિસાદની ટકાવારી બહોળી છે. જેમ્સ કેમરૂને આ ફિલ્મના સ્ટાર્સ સાથે વાસ્તવિક પાણીની અંદરની દુનિયા બનાવી છે. તેમાં મોશન કેપ્ચર સિનેમેટોગ્રાફી કરવામાં આવી છે, જે વિવેચકોને ખૂબ જ પ્રભાવિત કરી રહી છે. લંડન અને ઈંગ્લેન્ડના ક્રિટિક્સે 'અવતારઃ ધ વે ઓફ વોટર' પર તેમની તીવ્ર પ્રતિક્રિયાઓ શેર કરી છે.

સંપૂર્ણપણે રોમાંચક છે ફિલ્મ

સંપૂર્ણપણે રોમાંચક છે ફિલ્મ

એક યુઝરે લખ્યું હતું કે, 'અવતારઃ ધ વે ઓફ વોટર' ખૂબ જ અવિશ્વસનીય છે. મને ખાતરી હતી કે, જેમ્સ કેમેરૂન નવી ઈફેક્ટ્સ સાથે ફિલ્મને અલગ સ્તરે લઇ જશે. આ દ્રશ્યો મનને હચમચાવી દે તેવા છે. એક બાદ એક જોરદાર ફ્રેમ.

આવા સમયે અન્ય એક યુઝરે લખ્યું હતું કે, એ જણાવતા આનંદ થાય છે કે 'અવતારઃ ધ વે ઓફ વોટર' અસાધારણ ફિલ્મ છે. 'અવતાર 2' વધુ સારી અને વધુ ભાવનાત્મક છે. આ ફિલ્મ આકર્ષક અને અતિ મનોરંજક છે. આ ફિલ્મની સ્ટોરી ઘણી સારી છે. ફિલ્મ નિર્માણ અને તેમાં સ્ટોરી ટેલિંગની રીત પણ ઉત્તમ છે.

અન્ય એક યુઝરે લખ્યું હતું કે, મને 'અવતારઃ ધ વે ઓફ વોટર' પાસેથી ઘણી અપેક્ષાઓ હતી અને તેણે મારી તમામ અપેક્ષાઓ પૂરી કરે છે. આ મૂવીમાં ખૂબસૂરત દ્રશ્યો અને નવા પાત્રો અદ્ભુત છે. આ ફિલ્મ સંપૂર્ણપણે રોમાંચક છે.

દર્શકોમાં અવતારઃ ધ વે ઓફ વોટર નો ઘણો ક્રેઝ

દર્શકોમાં અવતારઃ ધ વે ઓફ વોટર નો ઘણો ક્રેઝ

વર્ષ 2009માં આવેલી ફિલ્મ 'અવતાર'એ વિશ્વભરમાં પોતાનો ઝંડો ફરકાવ્યો હતો. હવે આ પછી જેમ્સ કેમરૂન તેની સિક્વલ લઈને આવ્યા છે.

દર્શકોમાં 'અવતારઃ ધ વે ઓફ વોટર'નો ઘણો ક્રેઝ છે. ચાહકોની લાંબી રાહનો અંત આવવાનો છે. 13 વર્ષ પહેલા રીલિઝ થયેલી જેમ્સકેમરૂનની ફિલ્મ 'અવતાર'ની સિક્વલ 'અવતારઃ ધ વે ઓફ વોટર' ભારતમાં 16 ડિસેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. અંગ્રેજી ઉપરાંત આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ થશે.

English summary
'Amazing, unimaginable, unbelievable', film critics say after watching Avatar the way of water
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X