For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યારે શાહરુખે કહ્યું - 'આ ત્રણ કારણોસર હું ક્યારેય અમિતાભ બની શકતો નથી'

અમિતાભ બચ્ચનનો જન્મદિવસ છે, આ ખાસ પ્રસંગે તેમના ચાહકો અને બોલિવૂડ સ્ટાર્સ તેમને તેમના જન્મદિવસ પર અભિનંદન આપી રહ્યા છે. એટલું જ નહીં, આ પ્રસંગે અમિતાભના ઘણા જૂના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

Amitabh Bachchan birthday : આજે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો જન્મદિવસ છે, આ ખાસ પ્રસંગે તેમના ચાહકો અને બોલિવૂડ સ્ટાર્સ તેમને તેમના જન્મદિવસ પર અભિનંદન આપી રહ્યા છે. એટલું જ નહીં, આ પ્રસંગે અમિતાભના ઘણા જૂના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે, આવો જ એક વીડિયો KBCનો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બોલીવુડના બાદશાહ ખાન એટલે કે શાહરૂખ અભિનેત્રી કેટરિના કૈફ સાથે ફિલ્મ 'જબ તક હૈ જાન'નું પ્રમોશન કરી રહ્યા હતા. આ કાર્યક્ર્મ દરમિયાન શાહરુખે એવું કંઈક કહ્યું જે સાંભળીને અમિતાભ હસ્યા વગર રહી શક્યા ન હતા.

SRK

'હું ક્યારેય અમિતાભ બચ્ચનની કોપી કરી શકતો નથી'

'હું ક્યારેય અમિતાભ બચ્ચનની કોપી કરી શકતો નથી'

તેઓ અમિતાભ બચ્ચનની કોપી કરે છે અથવા તેમના જેવા બનવા માંગે છે? અંગે શાહરૂખે સેટના મંચ પરથી ટીકાકારોને જણાવ્યું કે, હું આવા લોકોને માત્ર એટલું જકહેવા માંગુ છું કે 'શું વિશ્વનો કોઈ અભિનેતા અમિતાભ બચ્ચનની ઉંચાઈઓ, ભલાઈ કે જે પણ તેણે હાંસલ કર્યું છે તેની કોપી કરી શકે છે અથવા તેનું અનુકરણ કરી શકેછે.'

શાહરુખ ખાને ગણાવી પોતાની ત્રણ ખામીઓ

શાહરુખ ખાને ગણાવી પોતાની ત્રણ ખામીઓ

જે બાદ શાહરુખ કહે છે કે, જો અમિત જી, જો તમે પરવાનગી આપો છો, તો હું અહીં ત્રણ બાબતો સ્પષ્ટ કરવા માંગુ છું, જેથી જ્યારે હું આગામી કેબીસી એપિસોડમાં અહીંઆવીશ, ત્યારે લોકોએ મને જોયા પછી આવી વાતો ન કરે. જે પછી અમિતાભ બચ્ચન શાહરૂખ ખાનને પરવાનગી આપે છે. જે બાદ શાહરુખ પોતાના અને અમિતાભવિશે ત્રણ મુખ્ય તફાવતો જણાવે છે.

શાહરુખ ખાને જણાવ્યા ત્રણ તફાવત

શાહરુખ ખાને જણાવ્યા ત્રણ તફાવત

પ્રથમ તફાવત

શાહરૂખ કહે છે કે, 'જ્યાંથી મારી ઉંચાઈ પૂરી થાય છે, ત્યાંથી અમિત જીની ઉંચાઈ શરૂ થાય છે.'

બીજો તફાવત

જ્યારે અમિત કંઈક ગાય છે અથવા બોલે છે, ત્યારે તે ખૂબ જ અદભૂત હોય છે. ઉલ્લેખનીય છે કે, મારો અવાજ પણ ઘણો 'સુરો' છે. જેમાં એક શબ્દ વધારે છે જે 'બે' છે,એટલે કે મારો અવાજ 'બેસુરો' છે,

ત્રીજો તફાવત

જે બાદ શાહરૂખ અમિતાભ બચ્ચનની પરિચિત શૈલીમાં એક હાથ આગળ અને એક હાથ પાછળ રાખીને અમિતાભની નકલ કરતા કહે છે કે, અમિત જી, એક હાથે લોકોનેદિવાના બનાવે છે, જે કોઈની ગજાની વાત નથી, ( શાહરૂખ પોતાના સાઇન સ્ટેપની એક્શન સાથે કહે છે) અમે બે હાથ પણ લગાવીને પણ એમ કરી શકતા નથી.

'તમે સરસવના ખેતરમાં કરી શકો છો એની વાત જ કઇક અલગ છે'

જો કે, આ બધું સાંભળ્યા બાદ અમિતાભ શાહરૂખ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા કિંગ ખાનની પ્રશંસા કરતા કહે છે કે 'તમે સરસવના ખેતરમાં જે પણ કરી શકો છો, તે પણકોઈ કરી શકતું નથી'. શાહરુખ-અમિતાભનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. લોકો આ અંગે ઉગ્ર ટિપ્પણી કરી રહ્યા છે. તો તમે પણ આજેઅમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી શકો છો. તમે નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં તમારી શુભેચ્છાઓ લખી શકો છો.

English summary
Badshah Khan of Bollywood i.e. Shah Rukh Khan was promoting the film 'Jab Tak Hai Jaan' with actress Katrina Kaif.During the show, Shah Rukh said something that Amitabh could not help but laugh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X