For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo Olympicsમાં વાગ્યું ઇઝરાયલનું રાષ્ટ્રગીત, ટ્રોલ થઇ ગયો અનુ મલિક

બોલિવૂડની પ્રખ્યાત ગાયક-સંગીતકાર અનુ મલિક ફરી એકવાર લોકોના નિશાના પર છે. તેનું કારણ આ વખતે તેનું નિવેદન નથી, પરંતુ આ વખતે તેના એક ગીતના કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : બોલિવૂડની પ્રખ્યાત ગાયક-સંગીતકાર અનુ મલિક ફરી એકવાર લોકોના નિશાના પર છે. તેનું કારણ આ વખતે તેનું નિવેદન નથી, પરંતુ આ વખતે તેના એક ગીતના કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ રહ્યો છે. અનુ મલિક પર ધૂનની ચોરીનો કરવાનો આરોપ લાગ્યો છે.

Anu Malik

ઇઝરાયલના આર્ટિસ્ટીકે ટોક્યો ઓલિમ્પિક 2022માં ગોલ્ડ મેડલ જીત્યો

રવિવારના રોજ ઇઝરાયલના આર્ટેમ ડોલ્ગોપિયાટ આર્ટિસ્ટીકે ટોક્યો ઓલિમ્પિક 2022માં જિમ્નેસ્ટિક્સમાં પોતાનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. નિયમો અનુસાર જ્યારે પણ કોઈ ખેલાડી ગોલ્ડ મેડલ લેવા માટે પોડિયમ પહોંચે છે, ત્યારે તેમના દેશનો ધ્વજ ફરકાવવામાં આવે અને રાષ્ટ્રગીત ગાવામાં આવે છે.

અનુ મલિક પર લાગ્યો ધૂન ચોરી કરવાનો આરોપ

આર્ટેમ ડોલ્ગોપિયાટ આર્ટિસ્ટીક સાથે પણ આવું જ થયું, પરંતુ રાષ્ટ્રગીત 'હૈતિક્વા' વગાડતાં જ અનુ મલિક સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ ગયો હતો. કારણ કે હૈતિક્વા વગાડતા જ લોકોને ફિલ્મ 'દિલજલે'નું 'મેરા મુલ્ક' ગીત યાદ આવી ગયું હતું.

Anu Malik

આ ગીત કુમાર સાનુ અને આદિત્ય નારાયણે ગાયું હતું

'મેરા મુલ્ક' ગીતના સંગીતકાર અનુ મલિક હતા, જે કારણે લોકોએ અનુ મલિકનો ઉધડો લેવાનું ચાલુ કર્યું હતું. આ ગીત કુમાર સાનુ અને આદિત્ય નારાયણે ગાયું હતું, જ્યારે ઓન સ્ક્રીન ગીત અભિનેતા અજય દેવગણ પર ફિલ્માવવામાં આવ્યું હતું. લોકો અનુ મલિક સામે પોતાનો ગુસ્સો જાહેર કરી રહ્યા છે. આ સાથે કહી રહ્યા છે કે, તેણે એક દેશનું રાષ્ટ્રગીતની ધુન ચોરીને દેશભક્તિ ગીત બનાવ્યું છે, તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

15 ઓગસ્ટના રોજ છે ઇન્ડિયન આઇડલનું ગ્રાન્ડ ફિનાલય

સંગીતકાર અનુ મલિક આ દિવસોમાં ઇન્ડિયન આઇડલ 12માં જજ છે. આ શો પર ફિક્સિંગના આરોપનો પણ સામનો કરી રહ્યો છે. શો અંતિમ તબક્કામાં છે. શોનો ગ્રાન્ડ ફિનાયલ 15 ઓગસ્ટના રોજ છે.

Anu Malik

ઇન્ડિયન આઇડલ 12નો વિવિદ શું છે?

તાજેતરમાં ઇન્ડિયન આઇડલ 12ના 'કિશોર કુમાર સ્પેશિયલ એપિસોડ'માં પ્રખ્યાત ગાયક કિશોર કુમારના પુત્ર અમિત કુમાર મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા. આ શોમાં જજ અને સ્પર્ધકોએ મળીને લગભગ 100 ગીતો ગાયા હતા. શો બાદ અમિત કુમારે એવુ જણાવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા કે, તેમને સ્પર્ધકોના વખાણ કરવાનું કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ આ શોના લોકોન અસલીયત અને શોની હકીકત લોકો સમક્ષ આવી હતી, જે બાદ શો અંગે પ્રશ્નો ઉભા થયા હતા.

English summary
Famous Bollywood singer and song writer Anu Malik is once again in the spotlight. The reason is not his statement this time, but this time he has come under fire on social media because of one of his songs. He has been accused of stealing tunes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X