Anushka Sharma Second Pregnancy: બીજીવાર માત બનશે અનુષ્કા શર્મા, બેબી બંપ સાથે વીડિયોમાં કેદ થયુ કપલ
Anushka Sharma Second Pregnancy: બોલીવુડની ચુલબુલી અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની જોડીને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ ક્યૂટ કપલ વિશે જાણવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.
બંને પોતાના અંગત જીવનને એકદમ પ્રાઇવેટ રાખવાનું પસંદ કરે છે, પરંતુ તેમ છતાં આ કપલ ઘણીવાર લાઈમલાઈટમાં રહે છે. હવે સમાચાર આવી રહ્યા છે કે, અનુષ્કા અને વિરાટનું ઘર ફરી એકવાર કિલકારી ગુંજી ઉઠશે.

વાસ્તવમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બેંગ્લોરમાં જોવા મળ્યા હતા. બંનેને એક હોટલમાંથી બહાર આવતા જોઈ શકાય છે. આ દરમિયાન અનુષ્કા તેના પતિ વિરાટનો હાથ પકડીને પોતાનો બેબી બમ્પ છુપાવતી જોવા મળી હતી. એટલું જ નહીં અભિનેત્રીએ પોતાના બેબી બમ્પ પર હાથ રાખ્યો હતો.
આ વીડિયો જોયા બાદ ચાહકો કહી રહ્યા છે કે, અનુષ્કા બીજી વખત માતા બનવા જઈ રહી છે. આઉટફિટની વાત કરીએ તો અનુષ્કાએ બ્લેક કલરનો શોર્ટ લૂઝ ડ્રેસ પહેર્યો હતો.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો વીડિયો વાયરલ થયા બાદ ચાહકો આનંદથી ઉછળી પડ્યા હતા. લોકોએ પોતે પુષ્ટિ કરી કે, અભિનેત્રી ગર્ભવતી છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, આ કન્ફર્મ ન્યૂઝ છે. અન્ય એક યુઝરે લખ્યું કે, હવે અનુષ્કા ચોક્કસપણે પ્રેગ્નન્ટ છે. કેટલાક ચાહકોએ કપલને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ કપલનો સંપૂર્ણ વીડિયો અહીં જુઓ -
ઉલ્લેખનીય છે કે, અનુષ્કા શર્મા ઘણી વખત બેબી બમ્પ સાથે જોવા મળી હતી. અભિનેત્રી જ્યારે ભારતીય ટીમને સપોર્ટ કરતી જોવા મળી ત્યારે પણ તેણે લૂઝ ડ્રેસ પહેર્યો હતો. જેના કારણે ચર્ચા શરૂ થઈ હતી કે, અનુષ્કા શર્મા ફરી એકવાર માતા બનવા જઈ રહી છે. જોકે, અભિનેત્રી તરફથી આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.












Click it and Unblock the Notifications
