For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઐશ્વર્યા રાય બચ્ચનના બેબી શાવરની તસવીરો વાયરલ, તમે જોઈ?

ઐશ્વર્યા રાય બચ્ચનના બેબી શાવરની તસવીરો વાયરલ, તમે જોઈ?

By Staff
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ હિન્દી સિનેમા જ નહિ બલકે ઈન્ડિયાના મોટ્સટ લવિંગ કપલમાંથી એક છે ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન, ભલે બંનેના લગ્નને આજે 12 વર્ષ વિતિ ગયાં હોય પરંતુ આજે પણ આ બંને વિશે જાણવા માટે બધા ઉત્સુક રહે છે, જો કે બચ્ચન પરિવાર મીડિયા ફ્રેન્ડલી છે પરંતુ તેમને પોતાના ખાનગીપણાનું સન્માન કરવું પણ સારી રીતે આવડે છે, માટે ઐશ્વર્યા અને અભિષેકના લગ્નની તસવીરો અને તે બાદ ઐશ્વર્યા મા બની તે દરમિયાન બહુ વધુ તસવીરો ઈન્ટરનેટ પર હાજર નહોતી રહી.

બેબી શાવરની તસવીરો વાયરલ

બેબી શાવરની તસવીરો વાયરલ

પરંતુ પાછલા દિવસોમાં એક ખાસ વાત જોવા મળી છે, લગ્નના આટલાં વર્ષો બાદ અચાનકથી એશ-અભિના વિવાહની તસવીરો વાયરલ થઈ હતી, કારણ હતું કે તેના કોઈ નજીકના મિત્રએ તે ફોટો શેર કર્યા હતા અને આજ ફરીથી ઐશના બેબી શાવરની તસવીરો સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બની છે, આ તસવીરોને પણ બચ્ચન પરિવારના કોઈ નજીકનાએ જ શેર કરી છે પરંતુ તે કોણ છે આ વિશે કોઈને ખ્યાલ નથી.

સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાની તસવીરો વાયરલ

સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાની તસવીરો વાયરલ

હાલ ઐશના બેબી શાવરની તસવીરો સોશિયલ મીડિયાના હૉટ ટૉપિક્સમાંથી એક છે, આ તસવીરોમાં ઐશ્વર્યાએ ગોલ્ડન કલરનો લહેંઘો પહેર્યો છે અને હંમેશાની જેમ તે બહુ સુંદર લાગી રહી છે. જેમાં ઐશ્વર્યા એક સોફા સ્ટાઈલ ચેર પર બેઠી છે અને અભિષેક તેની સાઈડમાં ઉભો છે.

અભિષેક પણ ખુશ જણાઈ રહ્યા છે

અભિષેક પણ ખુશ જણાઈ રહ્યા છે

તસવીરોમાં ઐશ્વર્યાના મમ્મી-પાપા જોવા મળી રહયા છે અને બેબી શાવરની પ્રથા નિભાવી રહ્યા છે, જ્યારે એક તસવીરોમાં અભિષેક, પત્ની ઐશ્વર્યાના ગજરાને સરખો કરતી જોવા મળી રહી છે, તે પણ પારંપરિક પરિધાનમાં છે અને બહુ ડેશિંગ દેખાઈ રહ્યા છે.

અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન

જણાવી દઈએ કે અભિષેક અને ઐશ્વર્યાએ 20 એપ્રિલ 2007ના રોજ લગ્ન કર્યાં હતાં, જ્યારે તેમની દીકરીનો જન્મ 16 નવેમ્બર 2011ના રોજ થયો. બંનેએ એક સાથે કેટલીય ફિલ્મોમાં કામ કર્યું, વર્કફ્રન્ટની વાત કરીએ તો ઐશ્વર્યા રાય છેલ્લે ફિલ્મ ફન્ને ખાંમાં અનિલ કપૂર અને રાજકુમાર રાવ સાથે જોવા મળી હતી. જ્યારે અભિષેક બચ્ચન અનુરાગ કશ્યપની ફિલ્મ મનમર્જિયાંમાં તાપસી પન્નૂ અને વિક્કી કૌશલ સાથે જોવા મળ્યા હતા.

આ એક્ટ્રેસનો ખુલાસો, કોલેજમાં ડ્રગ્સ આપી શારીરિક શોષણ કર્યું અને પછી...આ એક્ટ્રેસનો ખુલાસો, કોલેજમાં ડ્રગ્સ આપી શારીરિક શોષણ કર્યું અને પછી...

English summary
baby shower pics of aishwarya rai bachchan went viral, watch here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X