For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચપ્પલથી માર ખાવો એ આપણા ઉછેરનો એક ભાગ છે - આયુષ્માન ખુરાના

બોલીવુડ એક્ટર આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'એન એક્શન હીરો' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ સમીક્ષકોના મતે ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

બોલીવુડ એક્ટર આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'એન એક્શન હીરો' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ સમીક્ષકોના મતે ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. એન એક્શન હીરો ફિલ્મના પ્રમોશન દરમિયાન આયુષ્માને મીડિયા સાથે વાત કરી અને પોતાના અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો શેર કરી હતી.

Ayushmann Khurrana

અભિનેતા આયુષ્યમાન ખુરાના જણાવે છે કે, બાળપણમાં તેમના જ્યોતિષી પિતા પી ખુરાનાએ તેમને ખૂબ માર માર્યો હતો અને કહે છે કે, ઉત્તર ભારતમાં બાળકોને 'ચપ્પલ અને થપ્પડ' સાથે ઉછેરવામાં આવે છે. આ સાથે આયુષ્યમાને બોમ્બેમાં તેમના સંઘર્ષના દિવસો વિશે પણ નિખાલસતાથી વાત કરી હતી.

એન એક્શન હીરોના પ્રમોશન દરમિયાન આયુષ્માને હાલમાં જ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેને અનેક પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. એક પ્રશ્નના જવાબમાં તે પોતાના બાળપણના દિવસો વિશે વાત કરતા જણાવે કે, તેના પિતા ખૂબ જ કડક હતા અને બાળપણમાં તેને ખૂબ મારતા હતા. આયુષ્યમાન મજાકમાં કહે છે, ઉત્તર ભારતમાં માતા-પિતાના થપ્પડ અને ચપ્પલ વગર બાળકોને ઉછેરી શકતા નથી. સામાન્ય રીતે માતાપિતા તેમના બાળકોને ફક્ત એટલા માટે મારતા હોય છે. કારણ કે, તેઓ તેને ઉછેરનો એક ભાગ માને છે.

આયુષ્માન કહે છે કે, જ્યારે તેના પિતા મુંબઈ આવ્યા, ત્યારે તેમણે કોઈને જણાવ્યું હતું કે, તેમનો દીકરો એક દિવસ મોટો સ્ટાર બનશે. જોકે, તે સમયે અભિનેતાને આ વિશે બિલકુલ જાણ ન હતી, પરંતુ જ્યારે તેને આ વાતની ખબર પડી તો તે ડરી ગયો કે, જો તે સફળ વ્યક્તિ નહીં બની શક્યો તો શું થશે.

આયુષ્યમાનને પૂછવામાં આવ્યું કે, તેમને ઈન્ડસ્ટ્રીમાં કેવી રીતે કામ મળ્યું અને જ્યારે તેઓ ચંદીગઢથી બોમ્બે આવ્યા, ત્યારે તેમના મનમાં શું હતું? આ વિશે આયુષ્માને કહ્યું કે, મારી પાસે શાહરૂખ ખાનની પણ એક ક્ષણ હતી કે, જ્યારે હું મુંબઈ નવો નવો આવ્યો હતો, ત્યારે મેં વિચાર્યું કે, જ્યાં સુધી મને કોઈ કામ ન મળે, હું દરિયા તરફ નહીં જોઉં, હું બીચ પર નહીં જઈશ. 3-4 દિવસમાં મને રેડિયો સ્ટેશન પરથી ફોન આવ્યો. ઉલ્લેખનીય છે કે, આયુષ્માન 'રોડીઝ' 2004ની સિઝન 2નો વિજેતા રહી ચૂક્યો છે. આ શો જીત્યા બાદ, તેને ઘણી પ્રસિદ્ધિ મળી, એટલું જ નહીં, તેણે આ પછી રેડિયો જોકી અને એન્કરિંગ કરવાનું શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગત શુક્રવારે એટલે કે 2 ડિસેમ્બરના રોજ આયુષ્માનની ફિલ્મ 'એન એક્શન હીરો' રિલીઝ થઈ છે.

English summary
Being beaten with slippers is a part of our upbringing - Ayushmann Khurrana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X