For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિલ્મ જગતમાંથી આવ્યા માઠા સમાચાર, અભિનેત્રી અને ભાજપ નેતાનું હાર્ટ એટેકને કારણે અવસાન

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને અભિનેત્રી સોનાલી ફોગાટનું સોમવારની મોડી રાત્રે ગોવામાં હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું.

|
Google Oneindia Gujarati News

મુંબઈ : ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને અભિનેત્રી સોનાલી ફોગાટનું સોમવારની મોડી રાત્રે ગોવામાં હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું. સોમવારના રોજ 41 વર્ષીય બિગ બોસ 14 સ્પર્ધક સોનાલી ફોગાટે તેના સ્ટાફને અસ્વસ્થતા અંગેની ફરિયાદ કરી હતી, જેબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું કે, સોનાલી ફોગાટનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવી રહ્યું છે. તેમના માતા-પિતા, જે હરિયાણાના ભૂથાન ગામમાં રહે છે, તેઓગોવા આવી રહ્યા છે.

સોનાલીને યશોધરા ફોગટ નામની એક પુત્રી છે

સોનાલીને યશોધરા ફોગટ નામની એક પુત્રી છે

વર્ષ 2016માં સોનાલીના પતિ સંજય ફોગાટ ફાર્મહાઉસમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમને યશોધરા ફોગટ નામની એક પુત્રી છે,જેની તે ખૂબ જ નજીક હતા.

ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા

ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા

વર્ષ 2019માં સોનાલીએ કોંગ્રેસના ઉમેદવાર કુલદીપ બિશ્નોઈ સામે ભાજપની ટિકિટ પરથી આદમપુર બેઠક માટે હરિયાણા વિધાનસભાનીચૂંટણી લડી હતી.

સોનાલી ફોગાટની કારકિર્દી

સોનાલી ફોગાટની કારકિર્દી

સોનાલી છેલ્લે સલમાન ખાનના વિવાદાસ્પદ ટેલિવિઝન રિયાલિટી શો બિગ બોસ સિઝન 14 માં જોવા મળી હતી. તેમણે આ શોમાંવાઇલ્ડકાર્ડ સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો હતો, જેના પછી તેમની લોકપ્રિયતામાં વધારો થયો હતો.

આ હરિયાણવી ફિલ્મમાં કર્યું કામ

આ હરિયાણવી ફિલ્મમાં કર્યું કામ

તેમણે વર્ષ 2016 માં ટેલિવિઝન સિરીયલ એક મા જો લાખો કે લિયે બાની અમ્મા સાથે અભિનયમાં પ્રવેશ કર્યો હતો.

તેમણે આ શોમાં ભયંકરઅંડરવર્લ્ડ ડોન હૈદરની પત્ની ફાતિમાની ભૂમિકા ભજવી હતી. તેમને હરિયાણવી ફિલ્મ છોરિયાં છોરોં સે કમ નહીં હોતી માં પણ જોવા મળ્યાહતા.

વેબ સિરીઝ ધ સ્ટોરી ઓફ બદમાશગઢ માં કામ કર્યું

વેબ સિરીઝ ધ સ્ટોરી ઓફ બદમાશગઢ માં કામ કર્યું

સોનાલી ફોગાટે ઘણા પંજાબી અને હરિયાણવી મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. તે એક વેબ સિરીઝ - ધ સ્ટોરી ઓફ બદમાશગઢ માં પણજોવા મળ્યા હતા.

સોનાલી ફોગાટનો છેલ્લો વીડિયો

સોમવારે તેમના મૃત્યુના થોડા કલાકો પહેલાં, સોનાલીએ ટ્વિટર પર તેની પ્રોફાઇલ પિક્ચર બદલ્યું હતું અને તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરએક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.

English summary
BJP leader and Bigg Boss 14 contestant Sonali Phogat passed away due to heart attack
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X