Bollywood News : બોલીવુડમાં થયા ફ્લોપ, હવે કરી રહ્યા છે કરોડોની કમાણી
Bollywood News : બોલીવુડમાં ઘણા એક્ટર ડેબ્યુ કરતા રહે છે. જેમાં ઘણા સફળ થાય છે, તો ઘણા ફ્લોપ થઇને ઇન્ડસ્ટ્રીમાંથી બહાર થઇ જાય છે. આવામાં ઘણા લોકો એક્ટર્સ વિશે જાણીશું જે બોલીવુડમાં ફ્લોપ થયા, પણ પોતાના અંગત જીવનમાં સફળ રહ્યા હોય. આ એક્ટર ભારત છોડીને વિદેશમાં સ્થાયી થઇ ગયા છે. આ લોકો હાલ સફળ બિઝનેસમેન છે.
આ એક્ટર ભલે બોલીવુડમાં ફ્લોપ રહ્યા હોય, પરંતુ હવે તેઓ વિદેશ જતા રહ્યા બાદ ખૂબ જ સફળ જીવન જીવી રહ્યા છે. આ કલાકારોએ વિદેશમાં પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને તેમાંથી તેઓ મોટી કમાણી પણ કરી રહ્યા છે.

જુગલ હંસરાજ : યાદીમાં પહેલું નામ એક્ટર જુગલ હંસરાજનું છે, જેમણે વર્ષ 2000માં મલ્ટિસ્ટારર ફિલ્મ મોહબ્બતે થી ડેબ્યૂ કર્યું હતું. જુગલે તેના ચોકલેટી લુકથી લાખો છોકરીઓને દિવાના બનાવી દીધા હતા. 'મોહબ્બતે'ની સફળતા બાદ તે રાતોરાત સ્ટાર બની ગયો હતો, પરંતુ ત્યારબાદ તેનું સ્ટારડમ લાંબો સમય ટકી શક્યું નહીં. ઈન્ડસ્ટ્રીમાં ફ્લોપ કરિયર બાદ આ એક્ટર અમેરિકા શિફ્ટ થઈ ગયો અને હવે તે ત્યાં પોતાનો બિઝનેસ કરી રહ્યો છે.
નકુલ કપૂર : અભિનેતા નકુલ કપૂરની જે 'આંખ હૈ ભારી' ગીતમાં જોવા મળ્યો હતો. ફિલ્મ 'તુમસે અચ્છા કૌન હૈ'ની સફળતાથી તેની કારકિર્દી ઉંચાઈએ પહોંચી ગઈ હતી, પરંતુ પછી તેની ફિલ્મી કારકિર્દી એવી રીતે ડૂબી ગઈ કે, તે ક્યારેય પુનરાગમન કરી શક્યો નહીં. ફિલ્મોમાં ફ્લોપ સાબિત થયા બાદ તે કેનેડામાં સ્થાયી થયો. તે કેનેડામાં લોકોને યોગ શીખવીને જબરદસ્ત કમાણી કરે છે.
મયુર રાજ વર્મા : ફ્લોપ કલાકારોની યાદીમાં મયુર રાજ વર્માનું નામ ત્રીજા નંબર પર છે. મયુર રાજ વર્માને બીઆર ચોપરાની મહાભારતથી ઓળખ મળી હતી. તેણે આ સિરિયલમાં અભિમન્યુની ભૂમિકા ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી. મયુર રાજ વર્મા જુનિયર અમિતાભ બચ્ચન તરીકે પણ જાણીતા હતા, પરંતુ પછી તે ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઇ ગયો અને વિદેશમાં સ્થાયી થયો હતો.
પુરબ કોહલી : પુરબ કોહલીએ ફ્લોપ ફિલ્મી કરિયર બાદ સિલ્વર સ્ક્રીનથી દૂરી બનાવી લીધી હતી. તેઓ લંડન ગયા અને ત્યાં તેમના પરિવાર સાથે સ્થાયી થયા. જોકે, પુરબ સમયાંતરે વેબ સિરીઝમાં દેખાતા રહે છે. 1-2 વેબ સિરીઝમાં કામ કર્યા બાદ તે ઘણીવાર લાંબા બ્રેક પર જાય છે.
આર્યન વૈદ : આર્યન વૈદને ફિલ્મો કરતાં રિયાલિટી શો 'બિગ બોસ'થી વધુ લોકપ્રિયતા મળી હતી. બોલીવુડમાં ફ્લોપ ટેગ મળ્યા બાદ તેણે સિલ્વર સ્ક્રીનથી પણ દૂરી કરી લીધી અને અમેરિકા જતી રહી. અમેરિકન મહિલા સાથે લગ્ન કર્યા બાદ તે યુએસમાં સ્થાયી થયો હતો.
-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
