કરણ મહેરા સાથે અફેર પર ચારુ અસોપાએ તોડ્યુ મૌન, કહ્યુ - રાજીવની બેગમાંથી કૉન્ડોમ મળ્યા
ચારુએ રાજીવના આરોપો ખોટા ગણાવીને કહ્યુ કે એક પુરુષ પાસે મહિલાને નીચી બતાવવા માટે કંઈ ના બચે તો તેના ચરિત્ર પર સવાલ ઉઠાવે છે.
સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન અને તેની પત્ની ચારુ અસોપા વચ્ચે લગ્ન થયા ત્યારથી જ કંઈકને કંઈક ખટપટ ચાલી રહી છે. રાજીવ સેને ચારુ પર અફેરનો આરોપ લગાવ્યો છે. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે ચારુનુ અફેર ટીવી એક્ટર કરણ મહેરા સાથે છે. ચારુએ રાજીવના આરોપો ખોટા ગણાવીને કહ્યુ કે એક પુરુષ પાસે મહિલાને નીચી બતાવવા માટે કંઈ ના બચે તો તેના ચરિત્ર પર સવાલ ઉઠાવે છે.

રાજીવે મારી માતાનો ફાયદો ઉઠાવ્યો
ચારુ અસોપાએ ફિલ્મીબીટ સાથેની વાતચીતમાં કહ્યુ કે રાજીવે કહે છે કે મારી માતાએ તેને આવુ કહ્યુ છે. પરંતુ તેની પાછળની કહાની અલગ છે. રાજીવે 3 વર્ષમાં ક્યારેય મારી મા સાથે વાત કરી નથી અને જ્યારે અમારો સંબંધ તૂટી ગયો ત્યારે તે મારી મા સાથે વાત કરી રહ્યો છે. રાજીવે મારી માતાનો ફાયદો ઉઠાવ્યો છે. મારી મા જૂના વિચારોની મહિલા છે. તેના કહેવા પ્રમાણે આ મારા બીજા લગ્ન છે. મારી નાની બહેનના લગ્ન ડિસેમ્બરમાં છે. આમ પણ ખૂબ ગભરાયેલી છે. મે થોડા સમય પહેલા કરણ મહેરા સાથે એક પ્રોજેક્ટ પર કામ કર્યુ હતુ મારે એક રીલ પોસ્ટ કરવાની હતી. કોઈ આંધળો પણ જોશે તો પણ તે સમજી જશે કે તે કામની રીલ છે. કોઈ રોમેન્ટિક રીલ નથી. એ રીલમાં કરણ અને હું એકલા નથી. બીજા પચાસ લોકો છે.

ઘણા છોકરાઓ સાથે મારુ નામ ઉછાળ્યુ
રાજીવે મારી માને ભડકાવી કે બંનેની રીલ સામે આવી ગઈ છે. ત્યારે માએ કહ્યુ કે હા, આ રીલ આ સમયે નહોતી આવવી જોઈતી. રાજીવે આ વસ્તુ પકડીને મીડિયામાં ઉછાળી દીધી. હું કરણનુ સન્માન કરુ છુ. તે પોતે પણ તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. ચારુએ વધુમાં કહ્યુ કે જ્યારે હું આ શો કરી રહી હતી ત્યારે તેણે ઘણા છોકરાઓ સાથે મારુ નામ ઉછાળ્યુ હતુ. તેના માટે મારી પાસે કોઈ શબ્દ નથી. તે કેટલી હદ વટાવશે.

રાજીવની બેગમાંથી કૉન્ડોમ નીકળ્યા
ચારુએ ખુલાસો કર્યો કે રાજીવ તેની સાથે છેતરપિંડી કરી રહ્યા છે. જો હું તેમની વસ્તુઓને અડતી તો રાજીવ મને કહેતા કે તુ ચોર છે. પછી મે તેમને છેડવાનુ બંધ કરી દીધુ. મે 3 વર્ષ સુધી ક્યારેય તેમના સામાનને સ્પર્શ કર્યો નથી. જ્યારે તે દિલ્લી ગયા હતા ત્યારે હું સામાન જોઈ રહી હતી ત્યારે તેમની બેગ પડી હતી. મને તેમની બેગમાંથી કૉન્ડોમ મળ્યા. હું જોઈને ચોંકી ગઈ. મને લાગ્યુ કે હું એક એવા છોડને પાણી આપી રહી છુ જે પહેલેથી જ મરી ગયો છે. આ સંબંધ તૂટેલો જ હતો જેને હું બચાવવાનો પ્રયાસ કરી રહી હતી.

મારે ચારુ જેવી વ્યક્તિ સાથે રહેવુ નથી
નોંધનીય છે કે રાજીવે એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે ચારુની માતાએ મને ચારુના કરણ સાથેના રોમાંસ વિશે જણાવ્યુ હતુ. મારે ચારુ જેવી વ્યક્તિ સાથે રહેવુ નથી. ચારુ વુમન કાર્ડ રમી રહી છે. ચારુ પાસે મારી વિરુદ્ધ કોઈ પુરાવા નથી. ચારુની માતાએ મને વૉઇસ નોટ્સની સીરિઝ મોકલી છે. આમાં તેનો કરણ મેહરા સાથેનો રોમાંસનો ખુલાસો થયો છે.












Click it and Unblock the Notifications
