For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેક બાઉન્સના કેસમાં અમીષા પટેલ વિરુદ્ધ કોર્ટે અરેસ્ટ વોરંટ જારી કર્યું

બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ વિરુદ્ધ રાંચી કોર્ટે અરેસ્ટ વોરંટ જારી કર્યું છે. અમીષા અને તેના મિત્ર કૃણાલ ઘુમરે રાંચીના ફિલ્મ નિર્માતા અજયને ત્રણ કરોડનો ચેક આપ્યો હતો જે બાઉન્સ થઈ ગયો હતો.

|
Google Oneindia Gujarati News

બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ વિરુદ્ધ રાંચી કોર્ટે અરેસ્ટ વોરંટ જારી કર્યું છે. અમીષા અને તેના મિત્ર કૃણાલ ઘુમરે રાંચીના ફિલ્મ નિર્માતા અજયને ત્રણ કરોડનો ચેક આપ્યો હતો જે બાઉન્સ થઈ ગયો હતો. હવે આ જ કેસમાં રાંચીની નીચલી અદાલતે અમિષા અને તેના મિત્ર વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જારી કર્યું છે. અરેસ્ટ વોરંટ લઇને રાંચી પોલીસ મુંબઈ જશે. સિવિલ કોર્ટ દ્વારા 4 ઓક્ટોબરે ધરપકડનું અરેસ્ટ વોરંટ જારી કરાયું હતું.

ફિલ્મ બનાવવાના નામે 2.5 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે

ફિલ્મ બનાવવાના નામે 2.5 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે

ફિલ્મ નિર્માતા અજય કુમારે બોલિવૂડ એક્ટ્રેસ અમિષા પટેલ પર ફિલ્મ બનાવવાના નામે 2.5 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. અજયનો આરોપ છે કે 'દેશી મેજિક' ફિલ્મના સંબંધમાં અમિષાએ તેમની પાસેથી 2.5 કરોડ રૂપિયા લીધા હતા. ફિલ્મ નિર્માતાના જણાવ્યા અનુસાર, 2017 માં અમીષા સાથેની મુલાકાત દરમિયાન તેની ફિલ્મ વિશે ચર્ચા થઈ હતી. તે સમયે આ ફિલ્મ બની રહી હતી અને તેના ઘણા મહત્વના ભાગોની પણ શૂટિંગ પણ થઇ ચુકી હતી. પૈસાના અભાવને કારણે, ફિલ્મ વચ્ચેથી બંધ થઈ ગઈ. આથી અજયે ફિલ્મમાં 2.5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

ત્રણ કરોડના ચેક બાઉન્સ કેસમાં અમીષાની ધરપકડ થઈ શકે છે

ત્રણ કરોડના ચેક બાઉન્સ કેસમાં અમીષાની ધરપકડ થઈ શકે છે

અજયે કહ્યું કે, આ ફિલ્મનું કામ 2013 માં શરૂ થયું હતું. અમિષાએ તેને કહ્યું હતું કે આ ફિલ્મ 2018 સુધીમાં પૂર્ણ થઈ જશે અને તે રિલીઝ થતાં વ્યાજ સાથેની આખી રકમ પરત આપશે. જો કે, ફિલ્મ સમયસર રિલીઝ ન થઈ ત્યારે મેં અમીષાને પૈસા પરત કરવા કહ્યું. આ પર અમીષાએ મને 3 કરોડ રૂપિયાનો ચેક આપ્યો. જ્યારે મેં ચેક જમા કરાવ્યો ત્યારે તે બાઉન્સ થઈ ગયો. મેં ફરીથી અમીષા સાથે વાત કરી અને બહાના બનાવવાનું શરૂ કર્યું.

છેતરપિંડીના આરોપો અગાઉ પણ કરવામાં આવ્યા છે

છેતરપિંડીના આરોપો અગાઉ પણ કરવામાં આવ્યા છે

અજયનો આરોપ છે કે અમિષાના બિઝનેસ પાર્ટનરે નેતાઓના નામે તેને ધમકાવવાનું શરૂ કર્યું હતું. તેમણે મને વોટ્સએપ પર તેમના નેતાઓ સાથે ફોટા પણ મોકલ્યા. જે પછી મેં કોર્ટમાં ગયો. કોર્ટમાં જતા પહેલા અમે તેમને ઘણી વખત કાનૂની નોટિસ પણ મોકલી હતી. તેનો પણ તેમને કોઈ જવાબ આપ્યો ન હતો. આખરે મેં તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો. આ અગાઉ ફેબ્રુઆરીમાં એક ઇવેન્ટ કંપનીએ પણ અમીષા પટેલ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો.

આ પણ વાંચો: 22 વર્ષ જૂના કેસમાં સની દેઓલ અને કરિશ્મા કપૂર જેલ જવાથી બચ્યા

English summary
Court issues arrest warrant against Ameesha Patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X