Suhani Bhatnagar: 2 મહિના પહેલા થયું મોત, સુહાની ભટનાગર અંગે ફેન્સે કર્યા સવાલ

Suhani Bhatnagar: આમિર ખાનની ફિલ્મ દંગલમાં નાની બબીતા ફોગાટનો રોલ ભજવનારી સુહાની ભટનાગર હવે આપણી વચ્ચે રહી નથી. માત્ર 19 વર્ષની ઉંમરે તેનું અવસાન થયું છે. મળતી માહિતી અનુસાર, તેમના અકસ્માત બાદ એક ગંભીર બીમારી થઇ હતી, જેના કારણે તેના શરીરમાં પાણી ભરાઇ ગયું છે.

સુહાની ભટનાગરના મૃત્યુના સમાચાર સાંભળીને તેના ચાહકો વિશ્વાસ કરી શકતા નથી. લોકો જાણવા માંગે છે કે, તેને કયો રોગ હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું. હવે તેના માતા-પિતાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે, તેઓ પોતે પણ આ ગંભીર બીમારી વિશે જાણતા ન હતા. 2 મહિના પહેલા તેને ખુદ આ વાતની ખબર પડી હતી. સુહાનીના પિતાએ જણાવ્યું કે, તેનું મૃત્યુ કેવી રીતે થયું.

Suhani Bhatnagar

ઈન્ડિયાટુડે સાથે વાત કરતા સુહાની ભટનાગરના પિતાએ કહ્યું કે, 2 મહિના પહેલા એક્ટ્રેસના સામેના હાથ પર સોજો આવવા લાગ્યો હતો. શરૂઆતમાં અમને લાગ્યું કે, તે સામાન્ય સોજો છે. પણ ધીરે ધીરે સોજો આખા શરીરમાં ફેલાઈ ગયો. આ પછી અમે ઘણા ડૉક્ટરોની સલાહ લીધી પરંતુ કોઈ સમજી શક્યું નહીં કે સુહાની કઈ બીમારીથી પીડિત છે.

સુહાનીના પિતાએ વધુમાં જણાવ્યું કે જ્યારે તેની તબિયત બગડવા લાગી તો તેને દિલ્હી એઈમ્સમાં લઈ જવામાં આવી. જે બાદ ડૉક્ટરોએ તેને આઈસીયુમાં દાખલ કર્યો હતો. તેના શરીરની અંદર પાણી જમા થવા લાગ્યું, જેના કારણે તેના ફેફસાને નુકસાન થયું. આ પછી, તેણે કેટલાક પરીક્ષણો કરાવ્યા અને જાણવા મળ્યું કે તે ડર્માટોમાયોસાઇટિસ જેવી ગંભીર બીમારીથી પીડિત છે, જેની એકમાત્ર સારવાર સ્ટેરોઇડ્સ હતી, પરંતુ તે એટલી નબળી પડી ગઈ હતી કે તે સ્ટેરોઈડ સહન કરી શકતી ન હતી.

સુહાની 10 દિવસથી દિલ્હી AIIMSમાં સારવાર હેઠળ હતી.તેના શરીરમાં પાણી ભરાઈ જવાને કારણે તે શ્વાસ લઈ શકતી ન હતી. અંતે તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો. સુહાનીએ 16 ફેબ્રુઆરીની સાંજે AIIMSમાં અંતિમ શ્વાસ લીધા હતા. તમને જણાવી દઈએ કે સુહાનીના મૃત્યુથી તેના માતા-પિતા ખૂબ જ વ્યથિત છે. બોલીવુડ એક્ટર આમિર ખાને પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ સમાચાર સામે આવ્યા પછી, ચાહકોને વિશ્વાસ નથી થઈ રહ્યો કે સુહાનીનું મૃત્યુ આટલી નાની ઉંમરમાં થયું છે. ચાહકોનું કહેવું છે કે, માતા-પિતાને આ બીમારી વિશે કેમ ખબર ન હતી. લોકો ગૂગલ પર ડર્માટોમાયોસિટિસ વિશે સતત સર્ચ કરી રહ્યાં છે. એક યુઝરે અભિનેત્રીના મોત માટે તેના માતા-પિતાની બેદરકારીને જવાબદાર ગણાવી હતી. ચાહકોનું કહેવું છે કે જો તેની સમયસર સારવાર કરવામાં આવી હોત તો કદાચ સુહાનીનો જીવ બચી શક્યો હોત.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X