Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાખીના પેટમાં મારુ બાળક, 7 મહિના પછી હકીકત સામે આવશે

બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત તેના ગુપ્ત લગ્નને કારણે સતત ચર્ચામાં રહે છે, આ લગ્નના ઘણા પાસાં છે જે સમજી બહાર છે

બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત તેના ગુપ્ત લગ્નને કારણે સતત ચર્ચામાં રહે છે, આ લગ્નના ઘણા પાસાં છે જે સમજી બહાર છે, જોકે રાખીએ મીડિયામાં નિવેદન આપ્યું છે કે તેણે રિતેશ નામના એનઆરઆઈ સાથે લગ્ન કર્યા છે. તે ખૂબ જ જલ્દી મીડિયા અથવા લોકોની સામે આવશે, પરંતુ તે દરમિયાન તેના કહેવાતા પ્રેમી દીપક કલાલે એક ચોંકાવનારો દાવો કર્યો છે.

રાખી મારુ બાળક તારા પેટમાં છે

રાખી મારુ બાળક તારા પેટમાં છે

દિપક કલાલે દાવો કર્યો છે કે રાખી સાવંત તેના સંતાનની માતા બનશે અને આ સત્ય 7 મહિનામાં જ બહાર આવશે, દીપક કલાલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, આ પોસ્ટમાં, દીપકે દાવો કરીને લખ્યું છે કે છે કે, રાખી મારું બાળક તમારા પેટમાં ઉછરી રહ્યું છે, તે ચોક્કસપણે તેના પિતાના અપમાનનો બદલો લેશે.

મેં રાખીને 4 કરોડ રૂપિયાની રકમ આપી હતી

તમને જણાવી દઈએ કે અગાઉ પણ દીપક કલાલે મીડિયામાં નિવેદન આપ્યું હતું કે રાખીએ તેની સાથે દગો કર્યો હતો. રાખીએ તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું, જેના માટે તેણે રાખીને પૂરી 4 કરોડ રૂપિયાની રકમ આપી હતી. દીપકે આ પહેલા પણ વીડિયો શેર કરીને રાખી સાવંતને ખરું ખોટું સંભળાવી તેને કહ્યું હતું કે તેને શરમ આવવી જોઈએ.

પાતાળમાંથી પણ શોધી નાખીશ તને દીપક કલાલ

પાતાળમાંથી પણ શોધી નાખીશ તને દીપક કલાલ

દીપકના આ વીડિયોના જવાબમાં રાખીએ જે વીડિયો શેર કર્યો તેમાં એ કહી રહી છે કે - જે રીતે સાવિત્રી પોતાના પતિના પ્રાણ યમરાજ પાસેથી છીનવી લાવી હતી. એ જ રીતે આજે તે મારા પતિ સામે બોલ્યુ છે. હું કોણ છુ, એક પતિવ્રતા. તુ કોઈ પણ પાતાળમાં છૂપાઈ જા, તને હું શોધી નાખીશ. તે હજુ સુધી મારુ સારુ રૂપ જોયુ છે. હવે તુ મારુ કાલીનું રૂપ જોઈશ. હું તને પાતાળમાંથી પણ શોધી નાખીશ અને પટકી પટકીને પોતાની રાધે માના ત્રિશૂલથી મારીશ.

લગ્ન કરીને અમેરિકા જતા રહ્યા રાખીના પતિ

લગ્ન કરીને અમેરિકા જતા રહ્યા રાખીના પતિ

રાખીએ હાલમાં જ જણાવ્યુ કે તેના પતિનું નામ રિતેશ છે અને તે લગ્ન બાદ અમેરિકા પણ ચાલ્યા ગયા છે. રાખીએ જણાવ્યુ કે મારા વિઝા આવતા જ હું પણ તેમની પાસે જતી રહીશ. સાથે તેણે એ પણ કહ્યુ કે હું ત્યારબાદ પણ ભારતમાં કામ કરવાનુ ચાલુ રાખીશ. હું હંમેશાથી ટીવી શો પ્રોડ્યુસ કરવા ઈચ્છતી હતી અને મને લાગે છે કે મારુ સપનુ હવે પૂરુ થવા જઈ રહ્યુ છે. હું આટલા સારા પતિ માટે જીસસનો આભાર માનુ છુ.

આ પણ વાંચો: બિકીનીમાં ફોટોશૂટ બાદ 17 વર્ષની કિશોરી સાથે અભિનેતાએ કરી છેડતી, થઈ ધરપકડ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X