Entertainment News : ફીટ દેખાતા સ્ટાર્સ છે ગંભીર બીમારીઓનો શિકાર
Entertainment News : મોટા પડદા પર બોલીવુડના શાનદાર પરફોર્મન્સ જોઇને આપણે તેમની ફીટનેસના વખાણ કરતા હોઇએ છીએ. જોકે, ફીટ દેખાતા બોલીવુડ સ્ટાર્સ ફીટ હોય તેવું જરૂરી નથી. ઘણા એવા બોલીવુડ સ્ટાર્સ છે, જેમને ફીટ દેખાય છે, પણ હકીકતમાં તેઓ અતિગંભીર બીમારીઓથી પીડાઇ રહ્યા છે.
આ અહેવાલમાં આપણે એવા જ કેટલાક બોલીવુડ સ્ટાર્સ વિશે જાણીશું, જેઓ સામાન્ય નજરે જોતા ફીટ અને સ્વસ્થ દેખાય છે, પણ વાસ્તવમાં તેઓ અતિ ગંભીર બીમારીઓથી પીડાઇ રહ્યા છે.

સલમાન ખાન - પોતાની દબંગ સ્ટાઇલથી ફિલ્મોમાં એક કરતા વધુ એક્શન સીન કરનાર સલમાન ખાન એક ગંભીર બીમારીથી પીડિત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દબંગ ખાન ટ્રાઈજેમિનલ ન્યુરલજીયા નામની બીમારીથી પીડિત છે. આ એક ન્યુરોલોજીકલ બીનારી છે, જેના કારણે ઘણી વખત વ્યક્તિ આત્મહત્યા કરવાનું વિચારવા લાગે છે.
રિતિક રોશન - બહુ ઓછા લોકો જાણતા હશે કે, રિતિક રોશન પણ એક ગંભીર બીમારીથી પીડિત છે. તેને સ્કોલિયોસિસ છે. જેના કારણે ઘણી વખત તેમને બોલવામાં તકલીફ પડે છે.
અમિતાભ બચ્ચન - બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન એટલે કે બિગ બીને તેમની ગંભીર બીમારીના કારણે ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બિગ બીને લિવર સિરોસિસ છે, જેના કારણે તેમને 75 ટકા નુકસાન થયું છે. આ કારણથી અમિતાભ બચ્ચન કડક ડાયટ ફોલો કરે છે.
સામંથા પ્રભુ - સાઉથની સુપરસ્ટાર અભિનેત્રી સામંથા પ્રભુએ થોડા મહિના પહેલા સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો હતો કે, તે ગંભીર બીમારીથી પીડિત છે. આ રોગ પોલીમોર્ફ લાઇટ ઇરપાશા છે. જે એક ચામડીનો રોગ છે.
શાહરૂખ ખાન - બોલીવુડનો બાદશાહ શાહરૂખ ખાન પણ એક ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો છે. કિંગ ખાને પાંચ વખત ખભાની સર્જરી કરાવી છે. આ સિવાય કમર અને હાથના દુઃખાવાથી પણ પરેશાન રહે છે. શાહરૂખ ખાનની પીઠના દુઃખાવાની સમસ્યા ફિલ્મ દિલ સે ના ગીત છૈયા છૈયા ના શૂટિંગ દરમિયાન શરૂ થઈ હતી.












Click it and Unblock the Notifications
